ફાયર,લાઇટ,સ્ટોર્સે ફરી પૈસાના પાણી કર્યા..!

ડેમોમા પાણી નથી ને ફોટા પડાવ્યા હજારોના...!

ફાયર,લાઇટ,સ્ટોર્સે ફરી પૈસાના પાણી કર્યા..!

Mysamachar.in-જામનગર:

આડેધડ  ખર્ચ કરવા તેના હિસાબ વ્યવસ્થિત ન રાખવા રેકર્ડ ન નિભાવવા તેમજ ઓડીટમા તમામ વિગત રજુ ન કરવી અને ખર્ચ ની ન્યાયતા ને છુપાવવી જેથી ઘણી વખત તો શંકા જાય કે ખરેખર એ ખર્ચ થયા હશે કે એમ-નેમ બીલ ચુકવાયા હશે ? તેવા જ વધુ ખર્ચ એટલે કે પૈસાના પાણી ફાયર,સ્ટોર્સ ,લાઇટ વગેરે શાખાઓએ કર્યાનુ જાણના ખર્ચમા રજુ થયુ છે,આ ખર્ચથી જનતાની સુખાકારી ને કેટલો ન્યાય મળ્યો હશે  તે તો કોર્પોરેશન ના આવા ખર્ચ કરનાર અમુક જ જાણે છે,

ફાયર શાખાના વાહનોના ઓઇલનો ફરી રૂ. ૧૪૮૧ નો ખર્ચ થયો,પેટ્રોલના વધુ રૂ. ૮૦૧૮ ના ખર્ચ થયા,ફાયર શાખાના ટેલીફોન કામના રૂ. ૮૭૦૦ ખર્ચાયા( સૌ જાણે છે કે ૧૦૧ નંબર ફાયર ના લાગતા જ નથી છતા ફોન ખર્ચ તો થાય જ...!!!) એવા જ રીપેરીંગના દર અઠવાડીયે હજારો ના ખર્ચ તો ખરાજ,તો વળી સીવીલ શાખાએ રણજીતનગર સીવીક સેન્ટરમા રૂ. ૩૦૬૮૦ ની ઉધઇ ટ્રીટમેન્ટ કરાવી,રીબેટ યોજનાનો લાભ લેવાયો નહિ ને પ્રચાર રીક્ષાનો રૂ. ખર્ચ ૪૫૦૦ થયો એટલુ જ નહિ લોકલ ઓડીટ ફંડ ના આવ્યા ઇનમીન ને તીન ને માત્ર ચા પાણીના એકાઉન્ટ શાખાએ રૂ. ૧૦૦૮ ચાર દિવસના ચુકવ્યા છે,,

 એટલુ જ નહી સીટી એન્જીનિયર ની ચેમ્બરનુ એસી રીપેર કરવામા ૧૫૦૦૦ રૂપિયા ખર્ચ્યા તો નવુ જ લઇ લેવાયને? બીજા એસી મેન્ટેનન્સના પણ ૧૨૪૬૫ રૂપિયા ખર્ચાયા છે,ઉપરાંત વાયરીંગ ડિજી સેટ વગેરેના લાઇટ શાખાએ જંગી ખર્ચા કર્યા અને દર અઠવાડીયે આવા હજારોનો ખર્ચ થતા જ રહે છે,

ડેમોમા પાણી નથી ને ફોટા પડાવ્યા હજારોના...!

વોટર વર્કસ પણ પૈસાના પાણી કરવામા પાછળ નથી ડેમોમા ક્યાય પાણી નથી અને જુદી-જુદી ડેમ સાઇટ માટે રૂ. ૧૭૪૪૦ ના ખર્ચે ફોટા પડાવ્યા  ઉપરાંત વોટર ટેન્કર રિપેરીંગ,ફિલ્ટર પ્લાન્ટના નાના મોટા ખર્ચ મળીને એક જ અઠવાડીયામા ૭૦૦૦૦ થી વધુ ખર્ચ કર્યા ઓઇલ બદલવાના ડીઝલના પણ ૬૦૦૦૦ થી વધુ ખર્ચ કર્યા એટલુ જ નહી પાણી નિયમિત નહિ આપી  શકતો આ વિભાગ પ્રજાના પૈસાના પાણી કરતા જ રહે છે.