બહુચર્ચિત પોલીસ શરાબકાંડ, અંતે નોંધવામાં આવ્યો ગુન્હો 

P.I., P.S.I.સહિતના 9 સામે તેના પોલીસમથકમાં ગુન્હો દાખલ 

બહુચર્ચિત પોલીસ શરાબકાંડ, અંતે નોંધવામાં આવ્યો ગુન્હો 

Mysamachar.in-મહેસાણા:

આમ તો ગુજરાતમાં કોઈ પણ વ્યક્તિ પોતાની સાથે ગેરકાયદેસર દારુ લઈને નીકળે તો તેને પોલીસ કદાચ અટકાવશે તેવી બીક લાગે કારણ કે ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ છે, અને તેની અમલવારી પોલીસે કરાવવાની છે, પણ પોલીસ જ દારૂ ને સગેવગે કરી દે અને તે પણ પોલીસસ્ટેશનમાં રહેલ દારુને...તો...વાત મહેસાણાની છે જ્યાં દારૂ સગેવગે કરવામાં પોલીસની ભૂંડી ભૂમિકા હોવાના સમગ્ર પોલીસ બેડામાં અને રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે, અને અંતે થાણા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર સહિતના સ્ટાફ પર આ મામલે ગાજ પડી છે, અને ગુન્હો દાખલ થયો છે,

લોકડાઉન દરમ્યાન વિદેશી શરાબની અછત ઉભી થતા તંગીના આ માહોલ વચ્ચે કડી પોલીસ સ્ટેશનના પીઆઇ સહિતના અધિકારીઓ બુટલેગર સાથે મળી વિદેશી શરાબનો વેપલો કરાયો હોવાનું ગાંધીનગર રેન્જ ડિજી સ્કવોડના તપાસ અધિકારીઓની તપાસમાં ખુલતા કડી પોલીસના ગળે ગાળીયો વધુ કસાયો છે. તપાસ દરમ્યાન કડી પોલીસે વિદેશી શરાબનો નાશ કરવા શરાબનો જથ્થો કડીની નરસિંહપુરા નર્મદા કેનાલમાં નાંખ્યો હોવાનું બહાર આવ્યું હતુ. કડી પોલીસ સ્ટેશનના શરાબ કાંડની ત્રણ દિવસની તપાસ બાદ આખરે આજે કડી પોલીસ સ્ટેશનના પીઆઇ, બે પીએસઆઇ સહિત નવ પોલીસ સ્ટાફ સામે તેમના જ પોલીસ મથકમાં ગુન્હો નોંધાતા રાજ્યના પોલીસબેડામાં આ મામલે ભારે જોર પકડ્યું છે,

કડી પોલીસ સ્ટેશનમાં છેલ્લા ત્રણ વર્ષથી પોલીસ દ્વારા પકડવામાં આવેલ વિદેશી શરાબનો મુદામાલનો નિકાલ થયો ન હતો. જેમાં પકડાયે મુદ્દામાલ સાથે વધારોનો પણ વિદેશી શરાબનો જ્થ્થો પડેલો હતો. જે વધારોનો જથ્થો પકડવા પોલીસની બહારની એજન્સી આવવાની હોવાની બાતમી કડી પીઆઇ ઓ. એમ. દેસાઇને મળતા વધારાનો વિદેશી શરાબનો જ્થ્થો લોકડાઉન દરમ્યાન પોલીસે રિકરુટમેન્ટ કરેલી ૭ જેટલી ગાડીઓમાં ભરાવી બહાર વેપલો કરી લીધો હતો, અને તેમાથી બચેલો કેટલોક જથ્થો કડીથી પાંચ કિલો મીટર દુર નરસિંહપુરા નર્મદા કેનાલામં નાખી દીધો હતો.

લોકડાઉન દરમ્યાન વિદેશી શરાબની અછત ઉભી થતા તંગીના આ માહોલ વચ્ચે કડી પોલીસ સ્ટેશનના પીઆઇ સહિતના અધિકારીઓ બુટલેગર સાથે મળી વિદેશી શરાબનો વેપલો કરાયો હોવાનું ડીજીપીને માહિતી મળતા રેન્જ આઇજી મયંકસિંહ ચાવડાને તપાસ સોપી હતી.  એસપીએ આ મામલે સીટની રચના કરી છેલ્લા ત્રણ દિવસથી કડી પોલીસ મથકે મીટિંગોનો દોર શરુ કરી વિવિધ અધિકારીઓ, કર્મચારીઓની પુછપરછ હાથ ધરી હતી. કડી પોલીસે વિદેશી શરાબનું પ્રકારણ છુપાવવા વધારોનો મુદ્દામાલ સગેવગે કરવા કડીના નરસિંહપુરા નજીક પસાર થતી નર્મદા કેનલામાં વિદેશી શરાબની પેટીઓ ફેંકી દીધી હોવાની વિગતો પ્રકાશમાં આવી હતી.એનડીઆરએફની ગોતાખોરોની ટીમ વિદેશી શરાબ નર્મદા કેનાલમાંથી  ૧૩૨ જેટલી બોટલો બહાર કાઢતા સમગ્ર શરાબ કાંડ ઉપરથી પડદો ઉચકાયો હતો.


આ તમામ સામે થયો નોંધાયો ગુન્હો 
-કડી P.I. ઓ.એમ.દેસાઇ
-P.S.I. કે.એન.પટેલ
- P.S.I. એ.એસ.બારા
- A.S.I.  મોહનભાઇ રબારી
-હેડ કોન્સ્ટેબલ હિતેશ પટેલ
-હેડ કોન્સ્ટેબલ પ્રહલાદભાઇ પટેલ
-હેડ કોન્સ્ટેબલ શૈલેષ રબારી
-GRD ગીરીશ પરમાર
-GRD ચિરાગ પ્રજાપતિ