કોરોના વાયરસને લઈને ગુજરાતનું આજનું અપડેટ જાણો...

આપની આસપાસ કોઈના લક્ષણો જણાઈ આવે તો તંત્રને જાણ કરો 

કોરોના વાયરસને લઈને ગુજરાતનું આજનું  અપડેટ જાણો...

Mysamachar.in-ગાંધીનગર:

આજે  લોકડાઉનનો 16મો દિવસ છે, ત્યારે રાજ્યમાં કોરોના પોજીટીવ કેસનો આંક સતત ઉંચો જઈ રહ્યો છે, આજ સુધી રાજ્યમાં પોજીટીવનો આંકડો 241 પર પહોચ્યો છે, જેમાં સૌથી વધુ કેસો અમદાવાદમાં સામે આવી રહ્યા છે, આજે સામે આવેલ નવા 55 કેસો પૈકી 50 કેસો તો ખાલી અમદાવાદમા જ નોંધાયા છે, રાજ્યમાં સૌથી વધુ કેસોની સંખ્યા અમદાવાદમાં 133 છે, તે ઉપરાંત રાજ્યના અન્ય જિલ્લાઓની સંખ્યા પર નજર કરવામાં આવે તો ગાંધીનગર 13, સુરત 25, વડોદરા 18, રાજકોટ 11, ભાવનગર 18, કચ્છ મહેસાણા અને ગીરસોમનાથમા બે-બે કેસો, પોરબંદર 3, પાટણ 5, છોટા ઉદેપુર 2, આણંદ 2, પંચમહાલ, જામનગર, મોરબી, સાબરકાંઠા, દાહોદમાં એક-એક કેસ નોંધાયા છે. જયારે 17 ના અત્યારસુધીમા રાજ્યમા મોત થયા છે, તેમા પણ અમદાવાદમાં 6 ના મોત થયા છે.