ડુપ્લીકેટ ATM કાર્ડ કૌભાંડમાં સંડોવાયેલા યુવકના પિતાએ કર્યો આપઘાત

કરૂણ કિસ્સો

ડુપ્લીકેટ ATM કાર્ડ કૌભાંડમાં સંડોવાયેલા યુવકના પિતાએ કર્યો આપઘાત

Mysamachar.in-જામનગર:

માતા-પિતા દ્વારા સંતાન પ્રાપ્તિ માટે અનેક મનોકામના કરતા હોય છે. પરંતુ આ જ પુત્ર જ્યારે મોટો થઈને ખોટા રવાડે ચડીને માતા-પિતાનું જીવન હરામ કરી નાખે ત્યારે ભારે આઘાત લાગે છે.  આવો જ એક કિસ્સો જામનગરમાં સામે આવ્યો હોય તેમ પુત્રના ખોટા ધંધાના કારણે એક પિતાએ રેલ્વે ટ્રેક નીચે પડતું મૂકીને આપઘાત કર્યાનો બનાવ બન્યો છે,

આ બનાવની વિગત જાણે એમ છે કે જામનગરમાં તાજેતરમાં ડુપ્લીકેટ ATM કાર્ડની મદદથી લાખો રૂપિયાની છેતરપિંડી નો બનાવ સામે આવ્યો હતો. જેમાં સારા ઘરના નબીરાઓ દ્વારા લોકોને છેતરીને ATM card  બનાવી જુદાજુદા ATM મશીનમાથી પૈસા ઉપાડી લેવામાં આવતા હતા. જેમાં ૪ યુવાનોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી,

આ ATMના કૌભાંડમાં જામનગરના નાગર ચકલા પાસે રહેતા મોહિત જગદીશભાઈ પરમાર જે (TYBCA) અભ્યાસ કરે છે, તેની સંડોવણી ખુલી હતી. ત્યારે મોહિતના પિતા જે દરજીકામ નો વ્યવસાય કરે છે, તે જગદીશભાઈ પરમારને ભારે આઘાત લાગ્યો હતો અને મોહિતના આવા ખોટા ધંધાથી લાગી આવતા ગઈકાલે એરફોર્સ-૨, સમર્પણ રેલવે ફાટક પાસે પડતું મૂકીને આત્મહત્યા કરી લેતા પરિવારમાં શોકનું વાતાવરણ છવાયું છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.