Mysamachar.in-જામનગર
જામનગર શહેરના નવાગામ ઘેડ નજીક આજે બપોરના સુમારે એક યુવક પર પાંચ જેટલા શખ્સોએ તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે જી.જી.હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો છે, પ્રાથમિક સામે આવી રહ્યું છે કે હુમલો જૂની અદાવતમાં થયો છે,પોલીસ દ્વારા આ મામલે તપાસ શરુ કરી અને હુમલાખોરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.ઘાયલ યુવકની સ્થિતિ ગંભીર માનવામાં આવી રહી છે.