ભાણવડના ગુંદા ગામે ખેડૂતોનું વિરોધ પ્રદર્શન,કેવા લાગ્યા બેનરો..

અછતનો અસંતોષ

ભાણવડના ગુંદા ગામે ખેડૂતોનું વિરોધ પ્રદર્શન,કેવા લાગ્યા બેનરો..

mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

રાજ્ય સરકાર દ્વારા અપૂરતા વરસાદવાળા તાલુકાઓની બે તબક્કામાં યાદી તો જાહેર કરી દેવાઈ છે પણ આ યાદી બાદ પણ અસંતોષ ની આગ સમવાનું નામ ના લઇ રહી હોય તેમ લાગી રહ્યું છે,તાજેતરમાં જ જાહેર થયેલ અછતગ્રસ્ત ની યાદી બાદ પણ જામનગર અને દેવભૂમિ દ્વારકા એમ બંને જિલ્લાઓમાં વિરોધનો વંટોળ ચાલી રહ્યો છે,

એવામાં આજે દ્વારકા જીલ્લાના ભાણવડ તાલુકાના ગુંદા ગામે ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા સરકાર સામે વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો છે,ખેડૂત હિતરક્ષક સમિતિની માંગ છે કે ખંભાળિયા અને ભાણવડ તાલુકા ને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવે,અને જ્યાં સુધી રાજ્ય સરકાર આ માંગ ના સ્વીકારે ત્યાં સુધી ગામમાં કોઈ રાજકીય લોકો એ પ્રવેશ કરવો નહિ તેવા બેનરો પણ ઠેર ઠેર લગાવી દેવામાં આવ્યા છે,આ સાથે જ જમીનમાપણી,પાકવીમા સહિતના મુદાઓને લઈને પણ વિરોધ દર્શાવવામાં આવ્યો છે,

ખેડૂતોનો એવો પણ આક્ષેપ છે કે અપૂરતો વરસાદ હોવાના સરકારી આંકડા છતાં પણ આ બને તાલુકા અને તેના ગામોને અછતગ્રસ્ત જાહેર ના કરી અને સરકાર દ્વારા પક્ષપાતી વલણ દાખવવામાં આવી રહ્યું છે.