ખેડૂતનાં એન્જીનિયર દીકરાની સિદ્ધિ, ઉગાડ્યા ડ્રેગન ફ્રૂટ

કરી લાખોની કમાણી

ખેડૂતનાં એન્જીનિયર દીકરાની સિદ્ધિ, ઉગાડ્યા ડ્રેગન ફ્રૂટ

Mysamachar.in-ડાંગઃ

આપણે ત્યાં કહેવત છે કે કુવામાં હોય તો અવેડામાં આવે, પિતા જે ધંધો કે કામ કરતાં હોય તેના લક્ષણ તેના પુત્રમાં અવશ્ય જોવા મળે છે. આવું જ જોવા મળ્યું એક ખેડૂતના એન્જીનિયર પુત્રમાં. પિતા ખેડૂત હોવાથી પુત્ર ભલે ભણી ગણી એન્જીનિયર થઇ ગયો પરંતુ ખેતીની જાણકારી તેનામાં જન્મજાત જ હતી. આ વાત છે ડાંગના સરવર ગામના ખેડૂત અને તેના એન્જીનિયર પુત્ર પ્રવીણભાઈ બાગુલની, જેઓએ પોતાના ખેતરમાં ડ્રેગનફ્રૂટની સફળ ખેતી કરી જિલ્લા તથા રાજ્યમાં નામના મેળવી છે.

એન્જીનિયર પુત્ર પ્રવીણભાઈ બાગુલે પોતાની પિતાના ખેતરમાં ડ્રેગન ફ્રૂટ ઉગાડવાનો નિર્ણય કર્યો, આ માટે તેઓએ અગાઉથી જ સંપૂર્ણ માહિતી મેળવી લીધી હતી, એટલું જ નહીં  GJRC દ્વારા ડ્રિપ ઇરીગેશન માટે સબસીડી આપવામાં આવી હતી. પાણીની સમસ્યાને નિવારવા ડ્રિપ ઇરીગેશન ઉત્તમ સાબિત થયું અને 3 માસ અગાઉ સપ્ટેમ્બર- ઓક્ટોબર માસમાં 200 કિલો જેટલું ડ્રેગન ફ્રુટનું ઉત્પાદન મળ્યું હતું. ગુજરાતમાં હજુ તો કેટલાક લોકોએ ડ્રેગન ફ્રૂડને જોયું પણ નહીં હોય ત્યારે ડાંગમાં પ્રવીણભાઈ બાગુલે ડ્રેગન ફ્રૂટની સફળ ખેતી કરી લાખો રૂપિયાની કમાણી શરૂ કરી દીધી છે. એટલા માટે તો આસપાસના ગામના ખેડૂતો આ ડ્રેગન ફ્રૂટની ખેતી કેવી રીતે કરી તે જોવા દોડતાં આવી રહ્યાં છે.