ખેડૂત અધિકાર સંમેલન,કોંગ્રેસ કેન્દ્રમા રહ્યું..

કોંગ્રેસના નેતાઓની ખાસ હાજરી

ખેડૂત અધિકાર સંમેલન,કોંગ્રેસ કેન્દ્રમા રહ્યું..
તસ્વીર:અમરીશ ચાંદ્રા

Mysamachar.in-જામનગર:

અખિલ ભારતીય પંચાયત પરિષદ ના નેજા હેઠળ આજે ઠેબા ગામ નજીક ખેડૂત અધિકાર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું,જે સંમેલનમા મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા,આ સંમેલનમાં નેતાઓએ ખેડૂતોના વિવિધ પ્રશ્નોને ઉજાગર કર્યા હતા,

સંમેલનમાં હાજર રહેલા પાસ કન્વીનર હાર્દિક પટેલે કેન્દ્ર અને રાજ્ય સરકાર ઉપરાંત ખાનગી કંપનીઓની નીતીરીતિઓ પર આકરા પ્રહારો કર્યા હતા,અને ખેડૂત સંમેલનમાં ના આવવા માટે આર.સી.ફળદુ દ્વારા પ્રયાસો કરીને ગાડીઓ ડીટેઈન કરવા સુધીની ધમકીઓ આપવામાં આવ્યાના આક્ષેપો કર્યા હતા,વધુમાં ખાનગી કંપનીઓ દ્વારા ફેલાવતા પ્રદુષણને કારણે ખેડૂતોની જમીન ખરાબ હવા ઝેરી થઇ રહી છે ત્યારે ખેડૂતોએ જામનગર જિલ્લામાં થી હિજરત કરવી ના પડે તે માટે લડત આપવી પડશે તે સહિતના ખેડૂતોના પાકવીમા,દેવામાફી,ના મુદ્દે ભાજપની નેતાગીરી સામે પ્રહારો કર્યા હતા,

આજે યોજાયેલ સંમેલન ભલે ખેડૂત અધિકાર સંમેલન હોવાનો દાવો કરવામાં આવ્યો હોય પણ આ સંમેલન જયંતિ સભાયા જેવો લોકસભાની ચુંટણી લડવા માંગે છે તેના સમર્થનમા આયોજિત કરવામાં આવ્યાનો ગણગણાટ જામનગરમા જોવા મળી રહ્યો છે,

આજે ઠેબા ચોકડી ખાતે યોજાયેલા આ ખેડૂત અધિકાર સંમેલનમાં પાસ કન્વીનર હાર્દિક પટેલ,જીલ્લાના કોંગી ધારાસભ્યો વિક્રમમાડમ,ચિરાગ કાલરીયા,પ્રવિણમુછડીયા,વલ્લભ ધારવિયા,જીલ્લા કોંગ્રેસ પ્રમુખ જે.ટી.પટેલ,જેવા કોંગી અગ્રણીઓ કેમેરામાં કેદ થયા હતા.