ખંભાળિયા:પેટાચુંટણીમાં વિજેતા બનેલા ભાજપના ઉમેદવારના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી 

નોંધાઈ ફરિયાદ 

ખંભાળિયા:પેટાચુંટણીમાં વિજેતા બનેલા ભાજપના ઉમેદવારના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી 

Mysamachar.in-ખંભાળિયા:

દ્વારકા જીલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં પેટાચુંટણીમાં જીત મેળવનાર નગરપાલિકાના સભ્ય તેમજ તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ ખંભાળિયા પોલીસ મથકમાં નોંધાઈ છે, ખંભાલિયાના નવાપરા વિસ્તારમાં વસવાટ કરતા જયશ્રીબેન લખુભાઈ ધોરિયાના પુત્ર મહેશભાઇએ તાજેતરમાં જ ખંભાળીયા નગરપાલીકા ની પેટા ચુંટણી વોર્ડ નં.૬માં ભાજપ પક્ષ તરફથી વીજેતા થતા કાંતિ દેવશી નકુમેં આ બાબતનું  મનદુખ રાખી જયશ્રીબેનને કહેલ કે આ ચુંટણી તમે ખોટું કરીને જીતેલ છો હું તમો બધાને જોઇ લઇશ તેમ કહી જેમ ફાવે તેમ બોલી અને જાતી પત્યે અપમાનીત કર્યા બાદ ફરીયાદી જયશ્રીબેન તથા તેમના પરીવારને જાનથી મારી નાખવાની ધમકી આપી બોલાચાલી કરતા આ મતલબની ફરિયાદ ખંભાળિયા પોલીસ મથકમાં નોંધાતા પોલીસે તપાસ શરુ કરી છે.