નિત્યાનંદ આશ્રમ સામે ગુનો દાખલ, કરણી સેનાએ આપી આવી ધમકી

અપહરણનો ગુનો દાખલ

નિત્યાનંદ આશ્રમ સામે ગુનો દાખલ, કરણી સેનાએ આપી આવી ધમકી
નિત્યાનંદની ફાઇલ તસવીર

Mysamachar.in-અમદાવાદઃ

અમદાવાદમાં આવેલા નિત્યાનંદ આશ્રમમાં યુવતીને ગોંધી રાખવા મામલે નવો વળાંક આવ્યો છે. ત્રણ દિવસ સુધી માતા-પિતાની મહેનત અને હોબાળા બાદ અંતે પોલીસે આશ્રમ વિરુદ્ધ અપહરણનો ગુનો દાખલ કર્યો છે. યુવતીના માતા-પિતા છેલ્લા ત્રણ દિવસથી આશ્રમ બહાર અડિંગો જમાવીને બેઠા છે તેમ છતા આશ્રમ સંચાલકોએ યુવતીને સોંપી નથી. તો વિવાદમાં કરણી સેનાના સભ્યો પણ મેદાને આવ્યા છે અને યુવતી નહીં સોંપવામાં આવે તો આશ્રમને આગ ચાંપી દેવાની ચિમકી ઉચ્ચારી છે. રવિવારે રાતે વિવેકાનંદ પોલીસ મથકે આશ્રમના સંચાલકો સામે અપહરણ, ચાઈલ્ડ લેબર એક્ટ સહિત અન્ય કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.

થોડા સમય પહેલા જ એક યુવતીનો સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયો હતો, જેમાં યુવતીએ કન્નડ ભાષામાં બોલી રહી હતી, તેણીએ કથિત વીડિયોમાં કહ્યું કે આશ્રમમાં તેની સાથે શારીરીક અડપલા થઇ રહ્યાં છે. વીડિયો જોઇને બેંગ્લૂરુમાં રહેતા તેના માતા-પિતા અમદાવાદ સ્થિત આશ્રમ દોડી આવ્યા હતા, પરંત અહીં યુવતી સાથે મુલાકાત કરવા દીધી ન હતી. બાદમાં મામલો બિચક્યો હતો. એટલું જ નહીં આ મામલે આશ્રમવાળા પોલીસ કે ચાઇલ્ડ વેલ્ફેરના અધિકારીઓને પણ જવાબ આપવા તૈયાર નથી. હવે સમગ્ર મામલે કરણી સેનાના સભ્યો બપોરના આશ્રમમાં ઘુસી હોબાળો મચાવ્યો હતો, જો કે પોલીસે તેઓને આશ્રમ બહાર ખસેડતા તેઓએ આશ્રમ બહાર ધરણા શરૂ કર્યા હતા અને ચિમકી ઉચ્ચારી કે જો યુવતી સોંપવામાં નહીં આવે તો આશ્રમને આગ ચાંપી દેવામાં આવશે.