પતિ પત્ની ઔર વો નો કિસ્સો પહોંચ્યો પોલીસ સ્ટેશન..

જાણો ક્યાંની છે ઘટના

પતિ પત્ની ઔર વો નો કિસ્સો પહોંચ્યો પોલીસ સ્ટેશન..
પ્રતિકાત્મક તસ્વીર

Mysamachar.in-અમદાવાદ:

અમદાવાદનાં પોશ વિસ્તારમાં  પતિ પત્ની ઔર વોનો કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સામાં એક યુવકે બે બે લગ્ન કરી ત્રીજી સ્ત્રી સાથે રહેતો હોય અને પ્રેમિકાને પૈસા આપવા માટે યુવક ઘરમાંથી પણ ચોરી કરી હતી. પત્નીને પતિના અન્ય મહિલા સાથે સંબંધ હોવાના જાણ થતા પતિને રંગેહાથ ઝડપી પાડ્યો હતો અને મહિલાએ પતિ સામે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે,

આશિષ નામના એક યુવક સામે અન્ય યુવતી સાથે સંબંધ હોવાની પત્નીએ જ વસ્ત્રાપુર પોલીસ મથક ફરિયાદમાં નોંધાવી છે. પોલીસમાંથી મળતી માહિતી પ્રમાણે આશિષ નામના યુવકે બે બે લગ્ન કર્યા હોવા છતાં પણ તે અન્ય ત્રીજી સ્ત્રી સાથે પ્રેમ સંબંધમાં હોવાનો ભાંડાફોડ થયો છે અને બે વખત ઘરમાંથી પણ ચોરી કરી હોવાનું સામે આવ્યું છે,

આશિષની પત્નીને જ્યારે તેના પતિનો અન્ય સ્ત્રી સાથે સંબંધ હોવાની જાણ થઇ ત્યારે તેણીએ તેનો પીછો કરી આશિષને અને તેની પ્રેમિકાને બેડરૂમમાંથી રંગેહાથ ઝડપી પાડ્યા હતા. અને ત્યારબાદ પત્નીએ પતિના સમગ્ર કાંડનો ભાંડો ફૂટી જતાં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.