મંજુર કામોમા  પાછલા બારણેથી "વધારાનો ખર્ચ".!

આ રહ્યા ઉદાહરણો..

મંજુર કામોમા  પાછલા બારણેથી "વધારાનો ખર્ચ".!

Mysamachar.in-જામનગર:

જામનગર મહાનગરપાલિકામાં કામો મંજુર થયા બાદ પાછળથી વધારાના ખર્ચ મંજુર થાય તે કંઇ નવી બાબત નથી,પરંતુ એમા સવાલ એ ઉભો થાય કે ઓછા ભાવવાળુ ટેન્ડર મંજુર કર્યા બાદ ભાવવધારો મંજુર થાય તો સરવાળે તો બધુ ઇ નુ ઇ જ થઇ જાય આ પ્રકારની ચોક્કસ પ્રેક્ટીસ કોના "લાભાર્થે" થાય છે...તે ધીમે ધીમે હવે લોકો જાણતા થઇ ગયા છે,

જો કે આ પ્રેક્ટીસ અવિરત હોય છે,તેની પાછળના કારણ ચોક્કસ હોય છે,અને ચાર થી પાંચ લગતનુ પ્રત્યક્ષ અને પરોક્ષ હિત સંકળાયેલુ હોય છે,આવા અનેક કામોમાંથી માત્ર અમુક જ દાખલા જોઇએ તો વર્ષ ૧૮-૧૯ ના વોર્ડનંબર ૫,૯,૧૩,૧૪  મા સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ ગટર વર્કસ કામ ટેન્ડર મુજબ જે ૨૭.૨૬ લાખનુ હતુ તે ૨૦ લાખનુ મંજુર કરાયુ એટલે એમ દર્શાવાય કે નીચા ભાવે મંજુર કર્યુ છે,બાદમા રૂ. ૧૫ લાખનો વધારાનો ખર્ચ કમીટીમા મંજુર કરાયો જે મુળ રકમથી વધી ગયુ...

આવુ જ કામ વોર્ડ નં ૧૦,૧૧,૧૨મા પહેલા ૧૫ લાખનુ મંજુર કરી પાછળથી ૧૦ લાખનો વધારાનો ખર્ચ મંજુર કરાયો છે,અને વોર્ડ નંબર ૨,૩,૪  મા પણ ૧૫ લાખનુ ખર્ચ મંજુર કરી બાદમા ૧૦ લાખનુ વધારાનુ ખર્ચ મંજુર કરાયુ છે,કોર્પોરેશનમા થતી ચર્ચા મુજબ આ રીતે અનેક માનીતી પાર્ટીઓને પહેલા નીચા ભાવે કામ આપી પાછળથી વધારો મંજુર કરાય છે,અને આ પ્રેક્ટીસ અવિરત ચાલે છે

વગે વાવણા..ઓડીટમાંથી ખાસ મુક્તિ

એક તો પાછળથી ભાવ વધારો મંજુર કરી વગે વાવણા જેવો ઘાટ એ ઘડયો કે કમિટીએ ઠરાવ કર્યો કે  આ વધારાનો ખર્ચ કામ વગેરે તમામ ને ટેન્ડર,પ્રિઓડીટ વગેરે પ્રોસીઝરમાંથી મુક્તિ આપવાની રહેશે આવો ઠરાવ કરીને પણ પારદર્શીતા ન રહે તેવી કાર્યવાહી કર્યાની ચર્ચા છે,પરંતુ આ તો ભાઇ કોર્પોરેશન  મરજી પડે તેવા ઠરાવ " હિત" સાચવવા કરતુ જ રહે છે