ગે.કા.બાંધકામોના સેટિંગની ખુલ્લી પડી રહેલી સ્ફોટક વિગતો

લોકો આવી રહ્યા છે આગળ..

ગે.કા.બાંધકામોના સેટિંગની ખુલ્લી પડી રહેલી સ્ફોટક વિગતો
City Aerial view image

Mysamachar.in-જામનગર:

જામનગરમા ગેરકાયદેસર બાંધકામો અંગે થઇ રહેલા સેટીંગની સ્ફોટક વિગતો ખુલ્લી પડી રહી છે અને વાંચકો, વ્યુઅર્સો, વિશ્ર્લેષકોએ ગઈકાલે Mysamachar.in દ્વારા પ્રસિદ્ધ થયેલ અહેવાલ બાદ ખાનગીરાહે વિગતો આપવાનુ શરૂ કર્યુ છે..તેના ઉપરથી અનુમાન થઇ રહ્યુ છે કે આ ફીલ્ડનું ટર્ન ઓવર ધારણા કરતાં પણ ઘણું મોટું છે,અને તેના લાભાર્થીઓ પણ ઘણા છે.

જામનગરમા ગેરકાયદેસર બાંધકામનો રાફડો એવો ફાટ્યો છે કે તંત્ર એની સામે કામ કરવા ધારે તો પણ તમામ અનઅધીકૃત બાંધકામ-દબાણ દૂર કરી શકે તેમ નથી અને તેવી ઇચ્છાશક્તિ પણ નથી માટે તે કમાણીનુ સાધન બની ગયાના આક્ષેપો ખુબ મોટા પાયે થઇ રહ્યા છે.એક પ્રકારનુ આ "બીઝનેસ હબ"  બની ગયાનો અહેવાલ  "માય સમાચાર"દ્વારા પ્રસિદ્ધ કર્યાની કલાકોમાં જ આ ક્ષેત્રના ઘણા જાણકારોમાં ખુબ મોટો સળવળાટ ઉભો થયો છે,અને વિગતો સાંપડવા લાગી છે.. તે જોતા અંદાજથી પણ આ સમગ્ર રેકેટ વધુ વ્યાપક હોવાનુ અને આશ્ર્ચર્ય થાય તેવા લોકો સંકળાયેલા છે તેવુ જાણવા મળે છે.

જુદા જુદા કિસ્સાઓમા થી અને જે રીતે સુત્રો માહિતી આપી રહ્યા છે તે પ્રમાણે અને અમુક લોકોએ નામ ના આપવાની શરતે જે માહિતી આપી છે તે મુજબ કોઇએ હીરજી મિસ્ત્રી રોડ ઉપરના એક બહુમાળી નો દાખલો આપે છે, કોઇ ટ્રાફીકથી ધમધમતા ખુબ મુખ્ય એવા અંબર સિનેમા નજીક એક શોપીંગ સેન્ટર ઉપર વર્ષો બાદ થયેલા નવા માળના ચણતરના દાખલા આપે છે,કોઇ ચાંદીબજારના તો કોઇ ગઢની રાંગ અને પુરાતત્વ રક્ષિત આજુબાજુના જુદા જુદા રિનોવેશન ના બહાને થયેલા નવા બાંધકામોનુ જણાવે છે,કોઇ બેડી રોડ ઉપરના પોશ વિસ્તારના રહેણાક અને કોમર્શીયલમા કમ્લીશનમાં બાંધકામ થયાનુ જણાવે છે તો કોઇ વળી પંજાબ બેંક વિસ્તારના ઉદાહરણ આપે છે કોઇ પટેલકોલોની,કોઇ રણજીતનગર,કોઇ મેહુલનગર,કોઇ સત્યમ કોલોની આજુબાજુ એમ અનેક વિસ્તારોના ગેરકાયદે બાંધકામ તેમા બાંધછોડ તેમા પડેલા ખેલ અંગેની માહિતી આપી રહ્યા છે.

અમુક તો એવુ પણ જાણે છે કે ક્યા ગેરકાયદે બાંધકામ કે દબાણ કે સેટીંગની જાણ થયા બાદ કોણે કોણે અરજી કરેલી છે જેમા આશ્ર્ચર્ય થાય તેવા નામો સામે આવે તેવુ અનુમાન છે કેમકે અરજી કરી વિગત મંગાય છે,તપાસ મંગાય છે બાદમા બધુ જ "ટાઢુ" પડી જાય છે તેમ સુત્રોનુ કહેવુ છે.

તલસ્પર્શી તપાસના હિત માટે જાણકારોને આહવાન

જો કે આવા આક્ષેપો પણ હોય શકે અને ખરી માહિતી પણ હોઇ શકે માટે દરેક પ્રકરણના મુળમાં જઇ જે-જે પ્રકરણો ઉપર ધુળ વાળી દેવાઇ છે તે ફરી ઉજાગર કરવાની નેમ સાથે આ સમગ્ર મામલો એક ઝુંબેશના રૂપમાં ચલાવવાની વ્યુઅર્સમાંથી ખાનગી રીતે માંગ ઉઠી છે તે દિશામા સઘન સંશોધનાત્મક પત્રકારીત્વ માટેની ડીમાન્ડ પુર્ણ કરવા હજુ વધુ વિગતો પુરી પાડવા જાણકારોને આહવાન પણ છે.