પ્રેમીએ અન્ય યુવતી સાથે સગાઈ કરી લેતા પ્રેમિકાએ કઈક આવું કર્યું

જાણો ક્યાનો છે કિસ્સો

પ્રેમીએ અન્ય યુવતી સાથે સગાઈ કરી લેતા પ્રેમિકાએ કઈક આવું કર્યું

Mysamachar.in-વડોદરા:

ચાર વર્ષથી યુવતીને પોતાની પ્રેમજાળમાં ફસાવીને વારંવાર પોતાની હવસનો શિકાર બનાવનાર  યુવકે લગ્નની લાલચ આપીને બીજે સગાઇ કરી લેતાં હિંમતવાન યુવતીએ ફેસબુક પર યુવક સાથેના ફોટા મુકી સગાઇ ફોક કરાવીને યુવક સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવ્યાનો કિસ્સો વડોદરામાં સામે આવ્યો છે,

આ ચકચારી બનાવની જાણે વિગત એમ છે કે, વડોદરાની યુવતી સાથે પ્રેમનું નાટક કરીને વારંવાર પોતાની વાસનાનો શિકાર બનાવનાર મૃણાલ સુરતી નામનો યુવક કલાકુંજ સોસાયટીમાં રહતો હતો અને ભોગ બનનાર યુવતીને ચારેક વર્ષ પહેલાં મૃણાલ સાથે પરિચય થયો હતો.અને પ્રેમસંબંધ બંધાતા એક દિવસ  મૃણાલના માતા-પિતા સુરત ગયા હતા ત્યારે મૃણાલ યુવતીને તેના ઘરે લઈ જઈને શરીરસંબંધ બાંધ્યો હતો અને ત્યારબાદ યુવતી સાથે લગ્ન કરવાની લાલચ આપીને વારંવાર પોતાની હવસનો શિકાર બનાવતો હતો,

પરંતુ યુવતીને અંતે અચાનક જ મૃણાલ મળવાનું બંધ કરી દઈને સંબંધો પૂરા કરી નાખ્યા હતા અને ભોગ બનનાર યુવતીને ત્યારે ખબર પડી કે મૃણાલે સુરતની યુવતી સાથે સગાઇ કરી ફેસબુક પર ફોટા મુકતા યુવતી ભાંગી પડી હતી અને પોતાની સાથે દગો થયાની લાગણી વચ્ચે હિંમત દાખવીને પ્રેમી એવા મૃણાલ સાથેના પોતાના ફોટા મૂકીને ભાંડફોડ કરતા સગાઇ તૂટી ગઈ હતી અને ભોગ બનનાર યુવતીએ પોતાની સાથે થયેલ બનાવ અંગે પોલીસને આપવીતી વર્ણાવીને દુષ્કર્મની ફરિયાદ નોંધાવતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.