ગુજરાતમાં પૂર્વ મુખ્યમંત્રીનું ઘર પણ સલામત નથી..?

લાખોની ચોરી

ગુજરાતમાં પૂર્વ મુખ્યમંત્રીનું ઘર પણ સલામત નથી..?

Mysamachar.in-ગાંધીનગર:

રાજયમાં વધી રહેલા ગુન્હાખોરીના ગ્રાફ વચ્ચે સામાન્ય જનતા તો ઠીક પણ રાજ્યના પાટનગર ગાંધીનગરમાં પૂર્વ મુખ્યમંત્રીનું ઘર પણ અસુરક્ષિત થયું હોવાનો કિસ્સો સામે આવ્યો છે,રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને હાલમાં એનસીપીના જનરલ સેક્રેટરી શંકરસિંહ વાઘેલાના નિવાસસ્થાન વસંત વગડામાં કામ કરતું ઘરઘાટી દંપતી 12 તોલા સોનુ અને રોકડ રૂપિયા 3 લાખ લઇ ફરાર થઈ ગયું હોય સમગ્ર મામલો પોલીસમથક સુધી પહોંચ્યો છે,

શંકરસિંહ વાઘેલાના ગાંધીનગર- રાંધેજા રોડ પર આવેલા નિવાસ સ્થાન વસંત વગડા બંગલામાં છેલ્લા ચાર વર્ષથી બાસુદેવ નેપાળી ઉર્ફે શંભુ ગુરખા અને તેની પત્ની શારદા ઘરઘાટી તરીકે કામ કરતા હતા. દંપતી બાળકો સાથે વસંત વગડામાં જ રહેતા હતાં. પરંતુ શંકરસિંહએ બહેનના દીકરાના લગ્નમાં વ્યવહાર માટે આશરે ત્રણ લાખ અને 12 તોલા સોનાના દાગીના ઘરમાં મુક્યા હતા. 

ઓક્ટોબર 2018માં શંભુ તેના બાળકોને નેપાળ ભણવા મૂકવા જવાનું કહી પત્ની સાથે વતનમાં ગયો હતો. પરંતુ જ્યારે 7 ફેબ્રુઆરી 2019એ લગ્ન પ્રસંગ આવતા ઘરમાં રહેલા રોકડ અને દાગીના લેવા જતા જણાયા ન હતાં. ત્યારે ઘરમાં ચોરી થઇ હોવાનું સામે આવ્યું હતું. ઘટનાને પગલે પેથાપુર પોલીસે ગુનો નોંધી દંપતીની ધરપકડ કરવા માટે તજવીજ હાથ ધરી છે. 

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.