શું પોલીસ પણ સુરક્ષિત નથી.?

બે જવાનો પર હુમલો..

શું પોલીસ પણ સુરક્ષિત નથી.?

Mysamachar.in-સુરેન્દ્રનગર:

સુરેન્દ્રનગર જીલ્લાની બામણબોર પોલીસના બે પોલીસ જવાનો ઢોકળવા ગામે આરોપીઓ ભોળાભાઈ ઝાપડીયા અને મનુભાઈ ઝાપડીયાના ઘરે વોરંટ બજાવવા ગયેલ હોય ત્યારે આરોપીઓએ ઉશ્કેરાઈ જઈને વારંવાર કેમ અમારે ત્યાં જ વોરંટ બજાવવા આવો છો તેમ કહી ગાળો આપી લાકડી અને ઢીકાપાટુનો માર બે પોલીસકર્મીઓને મારી ફરજમાં રૂકાવટ કરતાં આ અંગે પોલીસકર્મીઓ દ્વારા બંને આરોપીઓ સામે બામણબોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે,

ત્યારે સવાલએ પણ થાય કે જ્યાં સુરક્ષાની મોટી-મોટી વાતો કરવામાં આવે છે તે ગુજરાતમાં જ શું પોલીસ જવાનો પણ સુરક્ષિત નથી.?