તહેવાર ટાણે ગ્રામ્ય વિસ્તારોમાં રોગચાળો વધ્યો...

આરોગ્યની ટીમો લાગે કામે 

તહેવાર ટાણે ગ્રામ્ય વિસ્તારોમાં રોગચાળો વધ્યો...

Mysamachar.in-જામનગર:

એક તરફ સાતમ આઠમ સહિતના તહેવારો છે, તો બીજી તરફ જામનગર જિલ્લામાં રોગચાળાએ દેખા દેતા આરોગ્ય વિભાગની ટીમો કામે લાગી છે, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં રોગચાળો વધ્યો હોય તેમ લાગી રહ્યું છે, જીલ્લામાં ચાલુ વર્ષ જાન્યુઆરી થી 21 ઓગસ્ટ-2019 સુધીમાં ૩૭-કેસ મેલેરિયાના,૨૬-કેસ ડેન્ગ્યુના નોંધાય છે, જેમાં સિક્કામા ૨-કેશ મેલેરિયાના, ૭-કેસ ડેન્ગ્યુના, અત્યાર સુધીમાં નોંધાયેલ છે.ચાલુ સપ્તાહમાં ૧-કેસ મેલેરિયા, ૪-કેસ ડેન્ગ્યુના નોંધાયેલ છે, ત્યારે આગામી માસમાં રોગચાળો વધે નહીં માટે આજ રોજ જામનગર તાલુકાનાં તમામ આરોગ્ય કર્મચારીની ૪૦ ટીમ બનાવી ખાસ ઝુંબેશ પણ શરૂ કરી દેવામાં આવી છે.સિક્કા ખાતે ટીમ વર્કમાં ફિલ્ડ કામગીરીની વિગતમાં જામનગર જીલ્લા(ગ્રામ્ય)ના ઘરો-૩૬૩૨ ની હાઉસ ટુ હાઉસ મુલાકાત કરતાં ૬૦ કેસો તાવના પણ સામે આવ્યા છે.