બ્રિલિયન્ટ ગ્રૂપ ઓફ સ્કૂલ્સ દ્વારા “એન્જોય બોર્ડ એક્ઝામ ૨૦૧૯”નું આયોજન

તા.૩૦ ડિસેમ્બર ટાઉનહૉલમાં કાર્યક્રમ

Mysamachar.in-જામનગર:

જામનગર લીમડાલેન ખાતે આવેલ બ્રિલિયન્ટ ગ્રૂપ ઓફ સ્કૂલ્સ દ્વારા ધોરણ-૧૦ના જામનગરની કોઈ પણ સ્કૂલમાં અભ્યાસ કરતા ગુજરાતી/અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઑ તથા તેના વાલીઑ માટે સતત પાંચમા વર્ષે પણ ધોરણ-૧૦ની “પરીક્ષા શા માટે અને કેવી રીતે એન્જોય કરવી જોઈએ” શિર્ષકથી જામનગરના ટાઉનહૉલ ખાતે તા.૩૦/૧૨/૨૦૧૮ને રવિવારના રોજ સાંજે ૫:૦૦ થી ૭:૩૦ દરમ્યાન એક સેમિનારનું આયોજન કરવામાં આવેલ છે,

સેમિનારનો મૂળ હેતુ વિદ્યાર્થી તથા વાલીની પરીક્ષાલક્ષી મુંઝવણ દૂર કરવાનો છે,કારણ કે ધોરણ-૧૦ના વિદ્યાર્થીઑ પ્રથમ વખત જ બોર્ડની એક્ઝામ આપતા હોય ત્યારે માર્ગદર્શન અનિવાર્ય છે.વિદ્યાર્થી પરીક્ષા બાબતે દરેક પ્રકારના શંકા દૂર કરી હસતાં-રમતા કેવી રીતે પરીક્ષા આપી શકે તે માટેનું સચોટ માર્ગદર્શન રાજકોટના ખ્યાતનામ તથા અનુભવી તજજ્ઞો દ્વારા આપવામાં આવશે,

જો વિદ્યાર્થી આપેલ માર્ગદર્શન મુજબ પરીક્ષાની તૈયારી કરે તો તેના ૫ થી ૧૨ જેટલા પર્સન્ટાઇલ માર્ક્સ વિષયવાર વધી જાય છે,તેવું એક તારણ છે.ખરા અર્થમાં પરીક્ષા એક એવો “કાલ્પનિક ભય” છે કે જે ગમે તે કક્ષાના વિદ્યાર્થીને મુંઝવે છે,તેનું નિરાકરણ માત્ર સચોટ અને ઉત્સાહવર્ધક માર્ગદર્શન જ છે.ઘણી વખત સ્કૉલર વિદ્યાર્થીઑ પરીક્ષા સમયે મુંઝવણ અનુભવતા જોવા મળે છે. બ્રિલિયન્ટ ગ્રૂપ ઓફ સ્કૂલ્સ જામનગર છેલ્લા ૨૯ વર્ષોથી શિક્ષણક્ષેત્રે પોતાની અવિરત સેવા આપી રહ્યું છે અને વિદ્યાર્થીઓના ઉત્કર્ષ માટે સતત પ્રયત્નશીલ છે,

આ કાર્યક્રમનું સંચાલન પ્રખર વક્તા C.A. કેતનભાઈ વ્યાસ કરશે. બ્રિલિયન્ટ સ્કૂલ્સના ચેરમેન અશોકભાઇ ભટ્ટ અને મેનેજિંગ ડાયરેક્ટર ઉષ્મિતાબેન ભટ્ટ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે.જામનગર પણ ગુજરાતમાં શિક્ષણક્ષેત્રે પોતાનો ઉત્તમ દેખાવ કરે,તેવા અશોકભાઈના અવિરત પ્રયત્નો રહ્યા છે.આ સેમિનાર પણ તેમના પ્રયત્નોનો એક ભાગ છે.

સેમિનારમાં ‘પરીક્ષા શા માટે એન્જોય કરવી જોઈએ’તે વિષયનું માર્ગદર્શન C.A. કિશોર સિંહ દ્વારા અને પરીક્ષા કેવી રીતે એન્જોય કરવી જોઈએ માટેનું દ્રષ્ટાંત સહ સચોટ માર્ગદર્શન ડો.વિપુલ ગેડીયા આપશે.

વાલીઓ તથા વિદ્યાર્થીઓને મુંઝવતા કોઈ પણ પ્રશ્નો હશે તો તે પ્રશ્નો માટે જાણીતા કાઉન્સેલર પુર્ણેન્દુ શર્મા અને ડો.તરુણ પેથાણી દ્વારા સ્થળ ઉપર જ માર્ગદર્શન આપશે. 

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.

***ADVT