સગાઇ બાદ યુવક-યુવતીએ એક બીજાને છેલ્લો વીડિયો કોલ કર્યો, અને પછી...

આ કારણે ભર્યું પગલું

સગાઇ બાદ યુવક-યુવતીએ એક બીજાને છેલ્લો વીડિયો કોલ કર્યો, અને પછી...

Mysamachar.in-રાજકોટઃ

રાજકોટમાં એક અનોખી ઘટના બની છે, જેમાં પ્રેમમાં ગળાડૂબ યુવક અને યુવતીએ એક બીજાને વીડિયો કોલ કર્યા બાદ આપઘાત કરી લીધો, પહેલા યુવતીઓ પોતાના ઘરે ગળેફાંસો ખાઇ લીધો, જ્યારે યુવકે પોતાના ઘરે ઝેરી દવા પી લીધી. ઘટનામાં યુવતીનું મોત નીપજ્યું છે, જ્યારે યુવક સિવિલ હોસ્પિટલમાં દાખલ છે, જેની સ્થિતિ ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. યુવકનું નામ સુરેશ છે જે ચોટીલાના જમોર ગામનો રહેવાસી છે, જ્યારે મૃતક યુવતીનું નામ ભાનુ છે જે થાનની રહેવાસી છે. બંનેની એક વર્ષ પહેલા સગાઇ થઇ હતી, પરંતુ થોડા સમય પહેલા જ બંનેના પરિવાર વચ્ચે અણબનાવ હતો જેથી લગ્ન થઇ રહ્યાં ન હતા. એક ગુજરાતી ન્યૂઝ ચેનલ સાથે વાતચીતમાં સુરેશના ભાઇએ જણાવ્યું કે 'આ બંન્નની સગાઇ થઇ ગઇ હતી. બાદમાં છોકરીનાં માતા આ લગ્ન માટે ના પાડતા હતાં. 'મારો ભાઇ જ્યારે ભાનમાં હતો ત્યારે તેણે કહ્યું હતું કે, છોકરીની માતા લગ્ન માટે ના પાડે છે તેથી યુવતીએ ગળેફાંસો ખાઇ લીધો છે. તેથી મેં પણ ઝેરી દવા પી લીધી છે. છોકરીનો પરિવાર કયા કારણથી લગ્ન માટે ના પાડતો હતો તેની મને જાણ નથી.'