કેવી રહી ઉત્તરાયણ, જાણો ઇમરજન્સી 108ને કેટલા કોલ્સ આવ્યા ?

હાલારમાં કેટલા કેસ નોંધાયા ?

કેવી રહી ઉત્તરાયણ, જાણો ઇમરજન્સી 108ને કેટલા કોલ્સ આવ્યા ?

Mysamachar.in-જામનગરઃ

લોકોએ મન મૂકીને ઉત્તરાયણના તહેવારની ધામધૂમ પૂર્વક ઉજવણી કરી, જો કે દર વખતની જેમ આ વખતે પણ મોટી સંખ્યામાં વિવિધ દૂર્ઘટના અંગે ઇમરજન્સી સેવા 108ને અનેક કોલ્સ આવ્યા હતા, હાલારના બંને જિલ્લામાં ઘાતક દોરીથી હાથ પગ તથા ગળામાં ગંભીર ઇજા થવાના જ 123 જેટલા કોલ્સ મળ્યા હતા, જેમાં દેવભુમી દ્વારકામાં 25 અને જામનગરમાં 98 કોલ્સનો સમાવેશ થાય છે. તો રાજ્યની વાત કરીએ તો 108 એમ્બ્યુલન્સને ઉત્તરાયણના સાંજના 6 વાગ્યા સુધીમાં 3351 ઈમરજન્સી કોલ્સ મળ્યા છે, જ્યારે ગત વર્ષે 3055 કોલ મળ્યા હતા. આમ 2019 કરતા 296 કોલ વધુ મળ્યા છે. તેમજ દોરી વાગવાના 186 કેસ નોંધાયા છે. સુરતમાં બાળક અને વૃદ્ધને દોરી વાગી છે અને એક યુવકની જીભ કપાઈ ગઈ છે. તેમજ અમદાવાદમાં કિશોરી ધાબા પરથી પટકાઈ છે અને એક બાઈક ચાલકને દોરી વાગતા 28 ટાકા આવ્યા છે. ઈમરજન્સી કોલમાં ગત વર્ષ કરતા ચાલુ વર્ષે 296 કોલનો વધારો થયો, અમદાવાદમાં બે, વડોદરા અને ભિલોડામાં એક વ્યક્તિ ધાબા પરથી પટકાયા હતા.