ગુજરાતની આ ધરોહરને 8મી અજાયબી જાહેર કરાશે ?

ગુજરાતીઓ માટે ગૌરવની વાત

ગુજરાતની આ ધરોહરને 8મી અજાયબી જાહેર કરાશે ?

Mysamachar.in-નર્મદાઃ

વિશ્વમાં હાલ સાત અજાયબીઓ છે, પરંતુ ગુજરાતીઓનું ગૌરવ વધારી શકે એવા સમાચાર આવ્યા છે, કેવડિયા કોલોની સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીને દુનિયાની 8મી અજાયબી જાહેર કરવાની કવાયત હાથ ધરાઇ છે. સરદાર વલ્લભભાઈ પટેલના 183 ફૂટ ઉંચા સ્ટેચ્યુને 8મી અજાયબી જાહેર કરવા માટે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનમાં પ્રસ્તાવ લાવવામાં આવશે.ભારતના વિદેશમંત્રી એસ જયશંકરે આ મામલે ટ્વિટ કરતા કહ્યું હતું કે, સભ્ય દેશોમાં પર્યટનને પ્રોત્સાહન આપવા માટે એસસીઓના પ્રયાસોની પ્રશંસા કરવામાં આવી છે. એસસીઓ દ્વારા 8 અજાયબીઓ કે જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી શામેલ છે, તે ચોક્કસપણે એક પ્રેરણા તરીકે કામ કરશે. જો SCOમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીને 8મી અજાયબી તરીકે જાહેર કરવાના પ્રસ્તવાને સ્વીકારવામાં આવ્યો તો 6 કરોડ ગુજરાતવાસીઓ માટે ગૌરવની વાત હશે. શાંઘાઈ કો ઓપરેશન ઓર્ગેનાઇઝેશનના જનરલ સેક્રેટરી વ્લાદિમીર નોરોવે કહ્યું હતું કે, અમારા સહયોગમાં પ્રગતિની સમીક્ષા કરવામાં આવી છે કારણ કે ભારત સરકાર એસસીઓના પ્રમુખોની પરિષદની જવાબદારી નિભાવવાની તૈયાર છે. ઉલ્લેખનીય છે કે વિશ્વની 7 અજાયબીમાં ભારતમાંથી એકમાત્ર તાજમહેલનો સમાવેશ છે. ત્યારે એક જ દેશમાં બે અજાયબી હોવાનો રેકોર્ડ પણ ભારતના નામ થઇ શકે છે.