દ્વારકા:જિલ્લામા પોલીસે બોલાવી તવાઈ,જાણો શા માટે..

પોલીસ બની સતર્ક

દ્વારકા:જિલ્લામા પોલીસે બોલાવી તવાઈ,જાણો શા માટે..

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

હાલમાં લોકસભાની ચુંટણીનો માહોલ તો સમગ્ર રાજ્યમાં છે, ઉપરાંત રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાને રાખીને દ્વારકા પોલીસ સતર્ક બની છે,ત્યારે દ્વારકા એસઓજીની ટીમે રૂપેણબંદર નજીક આવેલ એસ.કે.મોબાઈલ નામની દુકાનમા સીમકાર્ડ ખરીદ કરનાર ગ્રાહકોનું રજીસ્ટર નિભાવવામાં ના આવતું હોય, ઉપરાંત શક્ પડતો મોબાઈલનો જથ્થો હોવાની માહિતીને આધારે એસઓજીની ટીમે આ દુકાન પર તપાસ કરતાં ૧૯ નંગ મોબાઈલ ફોન કબજે કરી અને સીમકાર્ડ અંગેનું રજીસ્ટર નિભાવેલ ના હોય તેના વિરુદ્ધ ૧૮૮ મુજબ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે,

તો દ્વારકાના ભદ્રકાલી રોડ પર ન્યુ એસ.કે.મોબાઈલમા આધારો કે બીલ વિનાના ૬ નંગ મોબાઈલ કબજે કરી અને સીમકાર્ડ રજીસ્ટર નિભાવેલ ના હોય જે અંગે જાહેરનામાં ભંગનો ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.