દ્વારકા ખાણ-ખનીજ અધિકારી એકાએક રજા પર ઉતરી ગયા કે ઉતારી દેવાયા..?

બોકસાઈટ માફિયા તત્વોને મળશે મોકળુ મેદાન

દ્વારકા ખાણ-ખનીજ અધિકારી એકાએક રજા પર ઉતરી ગયા કે ઉતારી દેવાયા..?

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ખાણ-ખનીજ વિભાગમાં ફરજ બજાવતા એન.એ.પટેલ એકાએક રજા પર ઉતર્યા છે કે પછી ઉતારી દેવાયા છે તેવા અનેક તર્કવિતર્ક સાથે ચર્ચાએ જોર પકડ્યું છે,અને જામનગરના અધિકારી મેહુલ દવેને ચાર્જ સોંપવામાં આવ્યો છે.ત્યારે બોકસાઈટ માફિયાઓને હવે મોકળુ મેદાન મળી જશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી તેવી ચર્ચાએ ભારે જોર પકડ્યું છે,

દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ખાણ-ખનીજ વિભાગના અધિકારી અને તેમની ટીમ દ્વારા એકલા હાથે બોકસાઈટ માફિયા તત્વો ઉપર ઘોસ બોલાવીને બોકસાઈટ ચોરી ડામવા માટે સતત સારી કામગીરીના કારણે આ વિસ્તારમાં તેમના સામે કોઈ શંકા કરતું નથી અને પોલીસ વગેરે કથિત હપ્તાખોરી કરતી હોવાનો આક્ષેપ સાથે બોકસાઈટ માફિયા તત્વોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે,તે વચ્ચે ખાણ-ખનીજ અધિકારી એન.એ.પટેલ એકાએક રજા ઉપર ઉતરી ગયા છે,

ત્યારે બોકસાઈટ માફિયાઓને હવે મોકળુ મેદાન મળી જશે કેમ કે હવે ચોમાસુ નજીક આવતા દોઢ માસના ગાળામાં જ બોકસાઈટની ખનીજ ચોરી થઈ શકે ત્યારબાદ વરસાદના કારણે કામગીરી ઠપ થઈ જતી હોય છે.આથી એન.એ.પટેલની રજા દરમ્યાન કલ્યાણપુર વિસ્તારમાં બેફામ બોકસાઈટની ખનીજ ચોરી થવાની પૂરેપુરી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે,તેની સામે જામનગરના ખાણ-ખનીજ અધિકારી મેહુલ દવેથી બધા પરિચિત છે,અને જામનગરમાં પણ તાજેતરમાં તેમના વિભાગ ઉપર હપ્તાખોરીના આક્ષેપો સાથે એક યુવકે પોલીસમથકમાં જ આપઘાત  કરવાનો ચર્ચાસ્પદ બનાવ પણ બન્યો હતો.જેની નોંધ ગાંધીનગર વડી કચેરી સુધી લેવાઈ હતી.