પબુભા માણેકને ઝટકો,દ્વારકા વિધાનસભાની ૨૦૧૭ની ચુંટણી કરાઈ રદ...

દ્વારકા બેઠક પર પેટા ચુંટણી યોજાઈ શકે છે

પબુભા માણેકને ઝટકો,દ્વારકા વિધાનસભાની ૨૦૧૭ની ચુંટણી કરાઈ રદ...

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

હાલ લોકસભાની ચુંટણીનો  માહોલ બરોબરનો જામ્યો છે,ત્યારે જ ગુજરાત હાઈકોર્ટે એક અરજી પર થયેલ સુનાવણી દરમિયાન આજે મહત્વપૂર્ણ ચુકાદો આપીને વર્ષ ૨૦૧૭ મા યોજાયેલી દ્વારકા વિધાનસભાની ચુંટણી રદ કરવાનો હુકમ કર્યો છે,પબુભાની જીત સામે કોંગ્રેસના મેરામણ ગોરીયા દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં પબુભા માણેકના ઉમેદવારી ફોર્મમા ક્ષતિઓ હોવાની અરજી ગુજરાત હાઈકોર્ટમાં કરાઈ હતી,જેના પર આજે ગુજરાત  હાઈકોર્ટ મા હાથ ધરાયેલ  સુનાવણીમા દ્વારકા વિધાનસભાની ચુંટણી રદ કરવાનો હાઈકોર્ટે હુકમ કર્યો છે,ત્યારે ભાજપ પક્ષ ઉપરાંત ચૂંટાયેલા ધારાસભ્ય પબુભા માણેક માટે આ ચુકાદો એક ઝટકા સમાન છે,કોર્ટના ચુકાદા બાદ હવે દ્વારકા વિધાનસભા બેઠકની પેટાચુંટણી યોજાઈ શકે છે.