યાત્રાધામ દ્વારકાની પ્રવાસન ગેરરીતી હજુ ઉકેલાઇ નથી ત્યા તો બાજુમાં જ......

ઇકોલોજીના બહેનશ્રી ભાઇશ્રીની જોહુકમી

યાત્રાધામ દ્વારકાની પ્રવાસન ગેરરીતી હજુ ઉકેલાઇ નથી ત્યા તો બાજુમાં જ......
File Image

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

યાત્રાધામ દ્વારકા સહિતના તીર્થક્ષેત્રો અને પ્રવાસન સ્થળોએ થયેલા ૮૦૦ કરોડથી વધુ રકમના વિકાસકામો યાત્રી સુવિધા કામો સુશોભન કામોમાંથી મોટાભાગનો ભ્રષ્ટાચાર થયાનુ સમગ્ર રાજ્યસ્તરે ગાજ્યા બાદ હજુ તેની સંપુર્ણ તપાસ અને કોઇ કડી બહાર આવી નથી (જોકે બહાર આવવા દેવાઈ નથી) જે કૌભાંડમા દ્વારકાના અનેક કામોનો પણ સમાવેશ તેના પારદર્શી કોઇ તારણ નથી આવ્યા ત્યા તો દ્વારકા પાસે બીજુ એવુ જ કૌભાંડ આકાર લઇ રહ્યુ છે, હવે જો ખરેખર સંવેદનશીલ સરકાર હોય તો તે આ નવા કૌભાંડને રોકે તેવી જાગૃત ગ્રામજનોની  માંગણી ઉઠી છે,

વાત જાણે એમ છે કે દ્વારકા પાસે શિવરાજપુર બીચ જે આમ તો કુદરતી રીતે જ પ્રાકૃતિક સૌદર્યનો ખજાનો છે તેમા જંગી નાણાનુ પાણી કરવાનુ નક્કી થયુ હોય તે રીતે ઇકોલોજી કમિશન ઓફ ઇન્ડીયાના જવાબદારો આ બીચને બ્લ્યુ ફ્લેગ બીચ બનાવવા પ્રોજેક્ટ નુ અમલીકરણ કરે છે, પરંતુ તે કામગીરીમા સરકારની જાણ બહાર કે સરકારમા બેઠેલા અમુકની ખાસ જાણમા ગેરરીતિઓઓ થઇ રહી હોવાનુ ગ્રામજનોમા ચર્ચાય છે,

ખાસ કરીને સરકારનો હેતુ સ્થાનીક રોજગારીની તકો વધારવાનો હંમેશા રહે છે, માટે તો ઉદ્યોગોમા પણ સ્થાનિક રોજગારીની ટકાવારી સરકારે નક્કી કર્યુ છે (દરેક ઉદ્યોગો તેનુ પાલન ન પણ કરે તે અલગ બાબત છે) તેમજ ગ્રામજનોની કોઇ રજુઆત તો આ પ્રોજેક્ટના અધીકારીઓ બેન કૃપા અને ભાઇ પટેલ ધ્યાને જ લેતા ન હોય વિસ્તૃત આવેદન પાઠવી થોકબંધ ગેરરીતીની ફરિયાદો ઉચ્ચ કક્ષાએ કરાઈ છે, તેમજ આવેદન મા આવરી ન લેવાયા હોય તેવા પણ સ્ફોટક મુદાઓ બહાર આવી રહ્યા છે, આ બાબત ઉપરથી તારણ એ નીકળે કે દ્વારકા ગોમતી ઘાટ પર પીલર....બેઠક સ્ટેન્ડ....બેંચીસ...ડીઝાઇનવોલ....આકર્ષક પાથવે અને પગથીયાઓ વગેરેમા ૭૮ કરોડ રૂપીયા ના ખર્ચ બાદ પણ આ બ્યુટિફીકેશન તહસ નહસ થઇ ગયુ છે, અને પ્રવાસન કે યાત્રાધામ બોર્ડના જવાબદારોના પેટનુ પાણી નથી ઉલટુ તેરી બી ચુપ મેરી બી ચુપ જેવી સ્થિતિમા સરકારના લગત જવાબદારો નિંભર થઇ બેઠા છે, અને નાણા નુ પાણી થયુ તેવુ જ કંઇક શિવરાજપુરમા બનવા જઇ રહ્યાનુ સ્થાનિકોમા ચર્ચાય છે હજુય સમય છે, જો સરકારની ઇચ્છાશક્તિ હોય તો તાકીદે પારદર્શીતાનો અમલ કરાવી શકે છે,

-ઇકોલોજી ના બહેનશ્રી ભાઇશ્રીની જોહુકમી

એક તો સરકારના નોમ્સ મુજબ કામ નથી કરવુ  કે કરાવવુ  વર્ક ઓર્ડરની પારદર્શીતા જળવાતી નથી કેટલા કેટલા ખર્ચે શુ-શુ બનશે તે જાહેર કરવુ નથી ઉપરથી શિવરાજપુરની સ્માર્ટ વિલેજ ની ગ્રાંટ મળવાની છે, તે પણ બીચના કામ માટે દર્શાવી ઓહ્યા કરી જવાની પૈરવી જ નહી જોહુકમી ઇકોલોજીના અહીના અધીકારીઓ કરતા હોવાનુ ગ્રામજનોનુ નિવેદન છે.