જામજોધપુરના એક વીજઅધિકારી સહિતના સર્કલના કેટલાય જુના પ્રકરણની ફાઈલો પરથી ઉડી રહી છે ધૂળ...

વીજચોરી ઝડપાયા બાદ .....

જામજોધપુરના એક વીજઅધિકારી સહિતના સર્કલના કેટલાય જુના પ્રકરણની ફાઈલો પરથી ઉડી રહી છે ધૂળ...

Mysamachar.in-જામનગર:

જામનગર અને દ્વારકા જિલ્લામાંથી વીજ વિભાગની અનિયમીતતાઓ બેદરકારીઓ અને અમુક ગેરરીતિઓ લાંબા સમયથી ઉજાગર થઇ રહી છે, અને સારી સેવા આપવા જીઇબીમાં થી પીજીવીસીએલ  સહિતની ઝોન વાઇઝ કંપનીઓ બનાવાઇ તેમજ જી ઇ બી વખતના કારનામાઓ તો છાપરે ચડી પોકારેલા ત્યારે હવે વીજકંપની પણ ધીમે-ધીમે અગાઉના જીઇબીની બરોબરી કરવા તરફ જ આગળ ધપતુ હોય તેવુ લાગે છે,

અનેક ગેરરીતિઓમાં થી ઉદાહરણરૂપે જોઇએ તો હાલ જામજોધપુર ના વીજ વિભાગના એક અધિકારીએ જામનગરમા કરેલા કારસા તો પાશેરામા પુણી સમાન છે એ સિવાય અનેક કિસ્સાઓ બહાર આવી રહ્યા છે, જામજોધપુર ડીવીઝનના હાલના એક અધિકારી તેને જામનગરમા ફરજ બજાવતી વખતે વીજચોરીના અમુક કિસ્સાઓમા ગેરરીતી કર્યાના આક્ષેપ સાથે ડીપાર્ટમેન્ટમા ખુબ પત્રવ્યવહાર ચાલ્યો જોકે આ બાબતથી સૌ વાકેફ ન હોય પરંતુ લોકોની જાણકારી માટે એ સમગ્ર બાબતો લોકોની જાણકારી માટે જાહેર કરીએ તે પહેલા તાજેતરમા બહાર આવેલી બીજી અનેક બાબતો પણ એવી જ  ચોંકાવનારી છે, 

ખાસ કરીને  વીજચોરી માટે ખાસ ડ્રાઇવ થાય બાદ તે ડ્રાઈવના ચાર પાંચ કે છ દિવસના મસમોટા આકડા જાહેર કરી જંગ જીત્યાના ભાવ સાથે વિગતો જાહેર કરાય છે, પરંતુ એ વીજચોરી અંગે આપેલા બીલનુ કલેક્શન થયુ? જ્યાંથી કનેક્શન કાપ્યુ ત્યા વિભાગે જ માર્ગદર્શન આપી બીજાના નામે કનેક્શન આપ્યુ? જો મીટર જપ્ત થયા હોય તો કાયદેસરનુ રોજકામ કરી બાદમા લેબમા મોકલવા પેક કરી સીલ કર્યુ કે અમુક કિસ્સામા તેમા ખામી રાખી આગળ જતા કેસ નબળો પડે તેવી તરફેણ કરી? જપ્ત મીટરમાંથી દરેક લેબોરેટરીમા પહોંચ્યા કે અમુક મોકલવાના રહી ગયા ભુલાય ગયા કે બીજું કશુ થયુ?

વીજ ચોરીનુ એસેસમેન્ટ કર્યા બાદ લગત સબડીવીઝને વસુલાત પુરેપુરી કરી? તે વિસ્તારોમા રેગ્યુલર સુપરવીઝન કર્યુ? વીજચોરીના કારસાઓ ધ્યાનમા આવ્યા બાદ તેવા જ કારસા અન્ય જગ્યાએ છે કે નહી તે ચેક કર્યુ? વીજલોસ ઘટાડવા ઠોસ પગલા લેવાયા? કંઇ ચોક્કસ કેસોમા આખ આડા કાન કરી કોઇ લાભ તો મેળવાયા નથી ને?વીજચોરી બીલ ઘટાડવાની સતાના જુદા જુદા લેવલે દુરૂપયોગ તો થયા નથીને? આવા અનેક પ્રશ્ર્નો જાણકારોમા ચર્ચાતા હોવાનુ સાંભળવા મળે છે

એ સિવાય ટ્રાન્સફોર્મર ગાયબ, જવાબદારોની માત્ર બદલી કરી ફરી મુળ જગ્યાએ ગોઠવવાના આયોજનો અને ટ્રાન્સફોર્મરોના ગાર્ડ ફીટીંગ બાબતેની થઇ રહેલી ચર્ચાઓ હોય કે અમુક સ્થળોએ ઇરાદાપુર્વક લોકના બીલ આપવા કે ઘણા સ્થળે જાણવા છતા લોડ ચેક ન કરવા તેમજ વીજપોલ વાયર ફ્યુઝ બોક્સ બાબતે સ્ટોક વેરીફાય ન થવો અર્થીંગના કામ અધુરા તેમજ વીજગ્રાહકો અજાણ હોવા તેમજ સર્કલના એક વામનના વડી કચેરી અને આવી અનેક ખામી રાખનાર વચ્ચે કડીરૂપ સંતુલન અને ઘણી વખત તો અધીક્ષકથી વધુ વણલખી સતાઓ અને શાણપણ તેમજ ઢાંકો ઢુંબો કરવાની આવડત બેફામ વીજ વપરાશ જોડાણ વગર થવાના કારસા ઉદ્યોગ જેવા લગડી વિસ્તારમા "સેવા" આપી સારુ ફળ મેળવનારની સામેની ફરિયાદની તપાસ ન થવી અમુક એજન્સી સાથે અમુક ડીવીઝન અને સબ ડીવીઝન ની યોગ્ય સેવા પુરી પાડવાના હેતુ સિવાયની ઘનિષ્ટતા વગેરે સહિતની બાબતે અમુક જાણકારો ખુબ ગંભીર ચર્ચાઓ કરે છે, જેની ખરાઇ થયે સત્ય બહાર આવશે અને આ જાહેર સેવાની અનેક ખામી બહાર આવ્યે ગેરરીતિઓ ખુલ્યે અનેકના તપેલા પણ ચડી શકે તેવી ચર્ચા તો સર્કલની અંદર જ થઇ રહી છે.