જામનગરમાં ટ્યુશન કલાસીસનો સંચાલક બનાવતો હતો ડુપ્લીકેટ રીસીપ્ટ 

એસ.ઓ.જી ટીમે ગુલાબનગરમાં થી ઝડપ્યું કૌભાંડ 

જામનગરમાં ટ્યુશન કલાસીસનો સંચાલક બનાવતો હતો ડુપ્લીકેટ રીસીપ્ટ 

Mysamachar.in-જામનગર:

તાજેતરમાં જ જુનાગઢમાં થી બોર્ડની પરીક્ષાઓની ડુપ્લીકેટ રીસીપ્ટ બનાવવાના કૌભાંડનો જુનાગઢ એસ.ઓ.જી.ટીમે પર્દાફાશ કર્યા બાદ આજે જામનગર એસ.ઓ.જીએ પણ ડુપ્લીકેટ રીસીપ્ટ બનાવવાનું કૌભાંડ ઝડપી પાડતા ખળભળાટ મચી જવા પામ્યો છે, ગુલાબનગર મેઈન રોડ પર પૂજા ટ્યુશન કલાસીસ ચલાવતો સુનીલ નાગજીભાઈ પરમાર ધોરણ 10 અને 12 તથા કોલેજોની વાર્ષિક પરીક્ષાની ડુપ્લીકેટ રિસીપ્ટો બનાવતો હોવાની માહિતી પરથી એસ.ઓ.જી સુનીલના કલાસીસ પર ત્રાટકીને કોમ્પ્યુટર, સીપીયુ, પ્રિન્ટર, હાલમાં ચાલી રહેલ બોર્ડની પરીક્ષાના પ્રશ્નપત્રો વગેરે મળી કુલ 41000ના મુદામાલ સાથે આરોપીને ઝડપી પાડ્યો છે,આ ઘટના અંગે વધુ માહિતી માટે અમારા ફેસબુક પેજ mysamachar.in ની મુલાકાત લો અને શહેર ડીવાયએસપી એ.પી.જાડેજાએ પત્રકાર પરિષદમાં આ કૌભાંડને લઈને આપેલ વધુ વિગતો VIDEO મા જાણો..