દૂધ બાદ ડુપ્લિકેટ ઘી બનાવવાનું કૌભાંડ ઝડપાયું

ઘી ખાતા પહેલા પણ ચેતજો

દૂધ બાદ ડુપ્લિકેટ ઘી બનાવવાનું કૌભાંડ ઝડપાયું

Mysamachar.in-અમદાવાદ:

આજના સમયમાં પૂરતા પૈસા આપવા છતાં પણ કેટલીક ખાદ્ય ચીજવસ્તુઓમાં મોટાપાયે ભેળસેળ કરવામાં આવી રહી હોવાનું સામે આવતું રહે છે, ત્યારે આજે વધુ એકવખત અમદાવાદમાંથી ડૂપ્લિકેટ ઘી બનાવવાનું કૌભાંડ સામે આવ્યું છે. પામોલીન અને વનસ્પતિ ઘીમાં ભેળસેળ કરીને ઘી બનાવાતું હતું.એક જાણીતી બ્રાન્ડના નામથી ડૂપ્લિકેટ ઘી બનાવવામાં આવતું હોવાનું પણ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે,

ચમનપુરા ચકલા પાસે શંકાસ્પદ નકલી ઘીનું ગોડાઉન ઝડપી પાડીને અમદાવાદ ક્રાઈમ બ્રાંચે 3 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જુદાજુદા કલરની ભેળસેળ કરી ડુપ્લીકેટ ઘીના ડબ્બા તૈયાર કરીને ઉંચી કિંમતે વહેંચાણ કરવામાં આવતા હતા, સાથે ઘીની બનાવટમાં પામોલીન અને વન્સપતિ ઘી, માખણની સુગંધ તેમજ અલગ અલગ કલરો ભેળવતા હતા.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.