મંદીએ તો મારી નાંખ્યા,નિરાશાના ઘેરાતા વાદળો

ગુનાખોરી ચીટીંગ વકર્યા

મંદીએ તો મારી નાંખ્યા,નિરાશાના ઘેરાતા વાદળો

Mysamachar.in-જામનગર:દેવભૂમિ દ્વારકા:

હાલ છેલ્લા દસ મહિનાથી હાલારને મંદીએ એવું ઘેરી લીધુ છે કે સર્વત્ર નિરાશાના વાદળો જ ઘેરાયા છે,અને ભવિષ્યની અનિશ્ર્ચિતતાનુ એવુ અંધારૂ છવાયુ છે કે ક્યાય આશાના કિરણો દેખાતા નથી,એક તો ગત  ચોમાસુ નબળુ ઉપરથી આ વખતનુ ચોમાસુ હજુ વિધીવત મંડાણુ નથી એટલે એક તો ગત વખતની ખાસ કોઇ ખેતીની ઉપજના નાણા બજારમા ફર્યા નહી તેને આનુસાંગીક ધંધા વિકસ્યા નહી કેમ કે ખેડૂતો પાસે નાણા આવે તો શહેરમા જમીન વાહન સુખસુવિધા ની ચીજવસ્તુઓની ખરીદી થાય અને અનેક નાના-મોટા ધંધામા ગતિ આવે નાણા ફરતા હોય છે,ઉપરથી રિયલ એસ્ટેટ ક્ષેત્રમા પણ મંદી છે,કોઇ લેવાલી નથી મંદીના ભરડાથી અનેક પ્લોટ ફ્લેટ ટેનામેન્ટ ગ્રાહકોની રાહમા ધુળ ખાય છે,અરે ત્યા સુધી કે સરકારી સસ્તા આવાસ પણ લોકો લઇ ન શકતા બબ્બે વખત ડ્રો કરવા પડે છે,અમુક આવાસ તો ફોર્મને પ્રથમ હપ્તા ભરવાથી મળે છે તો પણ લેવાલ નથી.

-તમામ ધંધામા ઓટ..

એક તરફ તમામ પ્રકારના વેરા માળખામા વારંવાર વિસંગતા અને આયાત નિકાસદરના અમુકવધારા અને જટીલતાના કારણે બ્રાસસીટી જામનગરમા બ્રાસ બાંધકામ મટીરીયલ હેવી ફર્નિચર અને રાચરચીલાના રો મટિરિયલની ખરીદી ઉત્પાદનમા ઓટ છે,સામે કોઇ ડીમાન્ડ પણ નથી તેવી જ હાલત એ.સી.સહિત ઇલેક્ટ્રોનિક્સ ચીજવસ્તુની વેચવાલીમા ઓટ છે,ગત વખત જેટલુ પણ વેચાણ ન હોવાનુ અમુક વેપારીઓ જણાવે છે,બ્રાસમા ડાયરેક્ટ બે લાખ ઇન્ડાયરેક્ટ એક લાખથી વધુ ને રોજગારી મળે તેમા બહુ ચિંતાજનક ઓટ છે,તેના કારણે માર્કેટમાં નાણા ફરતા નથી..દેખીતું છે જીવન જરૂરિયાતની ચીજવસ્તુ માટે પણ લોકોને બે છેડા ભેગા નથી થતા હોતા તો કપડા,મોજશોખની વસ્તુ,ફીલ્મ નાટક કે શો માટે લોકો ખર્ચ ન જ કરી શકે એકંદર આખી ચેનલ મંદીની છવાયેલી છે,અને અમુક મોટા શોરૂમ તો બોણીની રાહમા કલાકો કાઢી નાંખે છે.

-નાણા લેણદેણ નિયંત્રીત થયા

મંદીના કારણે એક તરફ નાણાભીડ આવે તે સ્વાભાવીક છે,માટે નાની મોટી પર્સનલ લોન કે કોઇ પાસેથી ઉછીના નાણા લેવા લોકો ખુબ મથતા હોય છે,પરંતુ તેમાય સફળ થતા નથી કેમ કે સમજુ લોકો જે સદ્ધર છે,તે આવા સમયમા નાણા આપી જોખમ વહોરવા માંગતા નથી,માટે બહુ અંગત લોકો પુરતો જ નાણા વ્યવહાર થાય છે,છુટથી નાણા વ્યવહાર નથી થતા.. તેમ પણ મુસીબત વધે છે,નાણાભીડ એ આ મંદીની એવી વેદના છે કે તેનો કોઇ ઉકેલ નથી,જુજ એટલે ૧૫% જેટલા લોકો.પાસે અઢળક નાણા છે,તેઓ પણ હાલ કોઇ જોખમ લેવા માંગતા નથી....હા પોતાના ખાણીપીણી હરવુ ફરવુ ખર્ચ ખરીદી  ટેસથી કરે છે,પરંતુ તેનાથી માર્કેટમા ખાસ કંઇ ગતિ ન આવે હા જરૂરિયાત જેવા ચા-ફરસાણ-સસ્તા નાસ્તા-જરુરી કરિયાણુ-શાળાકોલેજના ફરજીયાત ખર્ચા-દવાના સારવારના  વગેરે અનિવાર્ય ખર્ચ તો કરવા જ પડે જોકે મોટો વર્ગ તે માટે પણ સાંકડ-મોકડ થઇ અનેક મદદ અને દેવાના સહારે માંડ પસાર થાય છે,આ તમામ પરિસ્થિતિ વચ્ચે બેરોજગારી વધે તે સ્વાભાવીક છે માટે તમામ પ્રકારે હાલાકી વધતી જાય છે,

-ગુનાખોરી ચીટીંગ વકર્યા...છતા સારા દિવસોની પ્રતિક્ષા

દેખીતુ છે કે સાવ ધંધા  જ નથી ત્યારે નાના ધંધાર્થીઓ મજુરો ઠેલા રેકડી પથારાવાળા વગેરેને કામકાજ ન મળતા હોય તો તેમાંથી કોઇ-કોઇ નાની-મોટી ચોરી-ચીલઝડપ કે ચીટીંગ કે ક્યારેક લુંટ તફડંચી તરફ પણ વળે તો વાહનચોરી નાની-મોટી ચીજ-વસ્તુઓની ચોરીઓ વધતી જાય તે સ્વાભાવીક છે,ત્યારે એકંદર બજારમા તેજી જો સારા વરસાદ પછી આવે અને તહેવારોમા ધંધા ખુલે તો કંઇક અંશે હાલાર બેઠુ થાય નહી તો હાલાકી ઔર વધે તેવી દહેશત છે,જો કે પાછોતરા વરસાદની આશા તેમજ બીજી તરફ સરકાર તરફથી વેરા વગેરના સરળીકરણ થવાની આશામા લોકો અને વેપારીઓ સુસ્ત બજારમા તેજીના સળવળાટની આશા જીવંત રાખ્યે જાય છે,કેમ કે હાલ તો કોઇ ઉછીના તો ન આપે પણ ઉઘરાણી પણ છુટતી નથી,બધા ફસાયેલા છે નહી તો ઉઘરાણી છુટવા મંડે તો પણ જીવમા જીવ આવે ઉઘરાણી ખોટી કરવાના કારસા પણ થાય છે,તે પણ ચીટીંગ જ છે ને?