થોડા ઘણા વરસાદે હાલારમા સરકારી કામોની પોલ ખોલી નાંખી

ગેરંટી પિરિયડનો આડસ તરીકે ઉપયોગ

થોડા ઘણા વરસાદે હાલારમા સરકારી કામોની પોલ ખોલી નાંખી

Mysamachar.in-જામનગર:દેવભૂમિ દ્વારકા:

હાલારમા થોડા ઘણા વરસાદે અનેક રોડ નાલા પુલીયા કોઝવે નાના મોટા સરકારી બાંધકામો જેવાકે શાળાના અંગણવાડીઓના કચેરીઓના કે દવાખાનાઓના ઓરડાના નવા કામો કે રીપેરીંગ કામોની પોલ ખોલી નાંખી છે,તેમાય ડ્રેનેજ લાઇનોની કેનાલોની સફાઇની તેમજ ડેમ તળાવ ચેકડેમ ના સ્રાવ વિસ્તારોમા અડચણ દબાણો વગેરેને ખુલ્લી પાડી પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ સિંચાઇ માર્ગમકાન સ્ટેટ અને  પંચાયત પીજીવીસીએલ  સેનીટેશન મહાપાલીકા સુધરાઇઓ ગ્રામ અને તાલુકા પંચાયતો સહિત લગત સરકારી વિભાગોની બેદરકારી છતી કરી છે,

રોડ સહિતના કામોમા ભ્રષ્ટાચારના પોપડા ઉખડે તો અધીકારીઓ એવો બચાવ કરે છે કે ગેરંટી પિરિયડમા છે, પરંતુ મુળ કામ જ નબળુ થયુ સ્પેશીફીકેશન જે નિષ્ણાંતોએ જરૂર મુજબ નક્કી કર્યા હોય તે મુજબ કામ ન થયા હોય તો પછી ગેરંટી પિરિયડ ને ધોઇ પીવો છે? તેવો સવાલ નારાજગી સાથે ગ્રામજનો સહિત મુશ્કેલી ભોગવનાર તમામ નાગરીકો કરી રહ્યા છે, મુળ કામ કરનાર એજન્સીઓમાં થી દરેક આવી ક્ષતી તાત્કાલીક રીપેર કરતી નથી તેના પુરાવા રૂપેના પત્ર વ્યવહાર નોટીસોની નકલો લગત કચેરીઓની ફાઇલમા ચાડી ખાતી પડી છે,

આવી તો અનેક બાબતો છે જેને વિકાસ કહેવાય કે રકાસ લોકોના નાણાનો સદઉપયોગ કહેવાય કે દુરૂપયોગ તંત્રની ઇચ્છાશક્તિ અને નિપુણતાનો પુરાવો ગણાય કે અભાવનો પર્દાફાશ કહેવાય વગેરે પ્રશ્ર્નો સહેજે ઉઠતા જ રહે  છે,.. હા કોઇ એકલ દોકલ કામમા કોઇ માનવીય ભુલ થી ખામી રહે પરંતુ મોટાભાગના કામોમા શહેર થી માંડી જિલ્લા મથકથી માંડીખુણા ના ગામો સુધી સુવિધા કરનાર અનેક વિભાગોની બેદરકારીથી કે કોઇ કારણથી રહેતી ખામીઓ એ સમય શક્તિ નાણાના દુરૂપયોગ શા માટે થવા દેવાય છે? આ સવાલ છે....ક ઉચ્ચમા ઉચ્ચ સ્થાને પહોંચવો જોઇએ.