થયો ભેદી ધડાકો અને ૨ ના મોત...

FSL સહિતની ટીમો દ્વારા તપાસ..

થયો ભેદી ધડાકો અને ૨ ના મોત...

Mysamachar.in-અમદાવાદ:

અમદાવાદનાં ઇસનપુરમાં આવેલા સહયોગ એસ્ટેટના ગોડાઉન નજીકની ખાલી જગ્યામાં ખોદકામ ચાલી રહ્યું હતું,આ ખોદકામમાં બે મજૂરો કામ કરી રહ્યા હતા,ત્યારે જમીનમાં ત્રિકમ મારતા ભેદી ધડાકો થયો હતો,આ ભેદી ધડાકામાં બે મજૂરોના મોત નિપજ્યા હતા,આ ભેદી બ્લાસ્ટનું કારણ જાણવા FSL,બૉમ્બ સ્કવોડ,ડોગસ્કવોડ ઘટના સ્થળે પહોંચ્યા હતા.બે માસ પહેલા પણ આ જ સ્થળ પર બ્લાસ્ટ થયો હતો,પરંતુ તે સમયે કોઈએ પોલીસને જાણ કરી ન હતી.આ ભેદી બ્લાસ્ટનું કારણ જાણવા JCBથી ખોદકામ પણ કરવામાં આવી રહ્યું છે.