દારૂના નશામાં શખ્સે વીજકર્મીને જાહેરમાં દોડાવી માર માર્યો

વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

દારૂના નશામાં શખ્સે વીજકર્મીને જાહેરમાં દોડાવી માર માર્યો

Mysamachar.in-બનાસકાંઠાઃ

પોતાની ફરજ પૂરી કરવા પહોંચેલા વીજકર્મી પર હુમલો થયાની ઘટના સામે આવી છે. સમગ્ર ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયુવેગે હાલ વાયરલ થઇ રહ્યો છે. બનાસકાંઠાના પાલનપુરમાં ત્રણબત્તી વિસ્તારમાં મીટર રિપ્લેસમેન્ટ માટે ગયેલા વીજકર્મીને દારૂના નશામાં સ્થાનિક યુવકે લાકડી વડે જાહેરમાં માર માર્યો. આ દરમિયાન કોઇએ મોબાઇલમાં વીડિયો ઉતારી લીધો જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સમગ્ર ઘટનાની જાણ થતા જ વીજ વિભાગના સ્ટાફે કર્મચારીને હોસ્પિટલ ખસેડી પોલીસ ફરિયાદ નોંધાવી હતી, ફરિયાદમાં જણાવ્યું કે પાલનપુર યુજીવીસીએલમાં આસિસ્ટન્ટ લાઇન મેન તરીકે ફરજ બજાવતા સેધાભાઇ નાથાભાઇ પરમાર ગુરૂવારે શહેરના તિનબત્તી વિસ્તારમાં જૂના મીટરની જગ્યાએ ડીસ્પ્લેવાળા મીટર રિપ્લેસમેન્ટના કામ અર્થે ગયા હતા. તે સમયે નિલેશ મોદીના નામના વ્યક્તિના ઘરે પહોચતા જ નિલેશ ચિક્કાર દારૂના નશામાં હતો અને સેધાભાઇ પર લાકડી વડે હુમલો કર્યો અને જાનથી મારી નાખવાની ધમકી આપી. પોલીસે ફરિયાદના આધારે આરોપી નિલેશની ધરપકડ કરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી.