નશામા ચુર યુવતીએ મચાવી ધમાલ, રૂમપાર્ટનરે જ પોલીસને કર્યો ફોન

પોલીસે નોંધ્યો ગુન્હો

નશામા ચુર યુવતીએ મચાવી ધમાલ, રૂમપાર્ટનરે જ પોલીસને કર્યો ફોન
symbolic image

Mysamachar.in-અમદાવાદ

દારુ પી ને દંગલ મચાવતા યુવકોના તો કેટલાય કિસ્સાઓ સાંભળવામાં આવ્યા હશે..પણ યુવતી દારુ પી ને ધમાલ મચાવે તો...આવો એક કિસ્સો રાજ્યના મેટ્રોસીટી અમદાવાદમાં સામે આવ્યો છે, રામોલમાં સાથે રહેતી બે યુવતીઓ પૈકી એક યુવતીએ સોમવારે રાત્રે દારૂ પીને ઘરે આવીને ધમાલ મચાવીને સાથે રહેતી યુવતી સાથે અશ્લીલ હરકતો કરી હતી. આ ધમાલથી કંટાળેલી રૂમ પાર્ટનર યુવતીએ કંટ્રોલ રૂમમાં ફોન પોલીસને જાણ કરી હતી. સ્થળ પર પહોંચેલી પોલીસે ધમાલ કરનારી યુવતીએ દારૂ પીધો હોવાનું જણાતાં તેની ધરપકડ કરી છે.

વસ્ત્રાલમાં શિવાની તેની મિત્ર નેહા સાથે રહે છે. એવામાં ગતરાત્રીના બે વાગ્યે શિવાની ઘરે હતી જ્યારે નેહા બહાર ગઈ હતી. મોડી રાત્રે નેહા બહારથી આવી અને નેહાએ જોરજોરથી દરવાજો ખખડાવ્યો હતો. શિવાનીએ દરવાજો ખોલતાં નેહા લથડિયા ખાતી ઘરમાં આવી હતી અને શિવાની સાથે અનાપ શનાપ બોલવા લાગી હતી, નેહાના મોઢામાંથી દારૂની વાસ આવતી હતી તેથી શિવાનીએ તેને સાંત કરવા કોશિસ ઘણા પ્રયાસો કર્યા હતા, અકળાઈને નેહાએ બૂમો પાડવા માંડી હતી.

શિવાનીએ નેહાને બૂમો ન પાડવા સમજાવતાં નેહાએ ગાળાગાળી કરીને અશ્લીલ વર્તન કરવા માંડતાં શિવાનીએ કંટાળીને પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો. આ ઘટનાની જાણ થતાં રામોલ પોલીસ ઘટના સ્થળે મહિલા પોલીસ કોન્સ્ટેબલને લઈને પહોંચી હતી. પોલીસ પહોંચી ત્યારે નેહા નશાની હાલતમાં હતી અને નેહાના મોઢામાંથી વાસ આવતી હતી. બોલતી વખતે તેની જીભ પણ લથડાતી હતી. જેથી પોલીસે નેહા સામે પ્રોહિબિશન એક્ટની કલમ હેઠળ ગુન્હો તેની ધરપકડ કરી હતી.