જામનગર અને દ્વારકા જિલ્લામા ડ્રગ્સ વિભાગ અસ્તીત્વ વગરનો..

નિયમોના ઉલાળીયા..ચેક કોણ કરે?

જામનગર અને દ્વારકા જિલ્લામા ડ્રગ્સ વિભાગ અસ્તીત્વ વગરનો..

Mysamachar.in-જામનગર:દેવભૂમિ દ્વારકા:

જામનગર જિલ્લા અને દ્વારકા જિલ્લામા ડ્રગ્સ ડીપર્ટમેન્ટનુ કોઇ અસ્તિત્વ જ ન હોય તેવો માહોલ સર્જાયો છે, જો કે તેનાથી મેડીકલ સ્ટોર્સ સંચાલકોને રાહત છે ફાયદો પણ છે પરંતુ અમુક તો ગેરલાભ પણ લઇ રહ્યા હોવાનુ આ ફીલ્ડના જાણકારોમા ચર્ચાય છે, આમ તો દવા ખરીદી વેંચાણ નો રેકર્ડ કોમ્પ્યુટરમા રાખવો સ્ટોક રેકર્ડ રાખવો જીએસટી રીટર્ન નિયમીત ભરવા વગેરે પ્રકારની અનેક કડાકુટના કારણે મોટા ભાગના મેડીકલ તો નિયમીત ચલાવવા જ પડે પરંતુ ઉંટે કાઢ્યા ઢેકા તો માણસે કાઠ્યા ટેકા ની જેમ બંને જિલ્લામાંથી ઘણા મેડીકલ સ્ટોર્સ ધારકોએ રસ્તા કાઢી લીધા છે,

નહી તો મેડીકલ સ્ટોર્સમા ઇન્સ્પેક્ટર પગ મુકે એટલે ચાંદલો તો થાય જ કોઇ વગવાળા હોય તો કંઇ ચિંતા ન રહે પરંતુ દરેકને તો સારી લાગવગ ન હોય બીજુ પોતાની ખામી રેકર્ડ ઉપર ન આવે તે માટે ભોગ ધરવો વ્યાજબી ગણનારાઓની તાણ નથી આવા જ એક કિસ્સામા ડ્રગ અધીકારી એસીબીના હાથે ઝડપાઈ ગયાનો બનાવ બહુ જુનો નથી, શહેર જિલ્લાઓમાં થી અનેક મેડીકલ મા ફાર્માસીસ્ટ નથી અથવા આખો દિવસ નથી હોતા અથવા તો બીલમા એક સાથે સહી કરી જતા રહે અને પરવાનો લેવા પુરતા જ કે રીન્યુ વખતે મોઢુ દેખાડતા હોય જેથી વેપારીને પૈસા ઓછા આપવા પડે પોતે જ કે પરિવારના કોઇ ફાર્માસીસ્ટ હોય તેને તો વાંધો નથી આવતો પરંતુ ઇન્સ્પેક્શન વખતે ફાર્માસીસ્ટ હાજર ન હોય તો મુશ્કેલી પડે પરંતુ મોટે ભાગે તો ચલણ કામ કરી જાય તેવુ વધુ બને,

ડ્રગ્સ એન્ડ કોસ્મેટીક્સ એક્ટ અને રૂલ્સ મુજબ પ્રીસ્ક્રીપ્શન થી માંડી વેંચાણ સુધીના કડક કાયદા છે નાગરીકો તેનાથી અજાણ છે, અરે ઘણા ખરા વેપારી પણ અજાણ છે અને ડીપાર્ટમેન્ટને કંઇ પડી નથી આ સુસ્તીની પણ તગડી આવક થાય તો ચુસ્તી કોણ બતાવે..! બંને તરફ અન્ડરસ્ટેન્ડીંગથી કામ ચાલ્યા રાખે અને કાયદાના ભંગ થતા રહે તેમ જાણકારો કહે છે, અને ગેરરીતીઓના અનેક ઉદાહરણો પણ મળી રહ્યા છે, જે જનહિતમા કાયદાના હિતમા સમયે સમયે જાહેર થતા રહેવા જોઇએ તેવી mysamachar ના વંચકોની જીજ્ઞાસા છે,

હાલારના બન્ને જીલ્લાના પાંચસો થી વધુ મેડીકલ અને હોલસેલર્સો તમામ ને ત્યા એક વર્ષમા સંપુર્ણ ઇન્સ્પેક્શન નિયમીત નથી થતા પરંતુ ડીપાર્ટમેન્ટ તહેવાર "ઉજવણી" ચુકતુ નથી જેવી જેની શક્તિ અને જેવી અધીકારીની કડકાઇ બંને પાસા કામ કરી જાય છે, સૌ જાણે છે તેમ ફોલ્ટ શોધવા સહેલા છે કેમકે કાયદાનો વ્યાપ વધુ છે,.. અને માટે જ ચોક્કસ મુદે રકજક થાય તેવુ અવારનવાર બને ક્યારેક ઘી ના ઠામમા ઘી પડે અને ના પડે તો જ નોટીસ મળે નહી તો રૂટીન સુચનાઓ આપી જવાબદારો જતા રહે આ સમગ્ર ખેલ રસપ્રદ હોય છે, જેના પર્દાફાશ થવા ઘટે.