દ્વારકા જગતમંદિરમા મોબાઇલ કેમેરાના પ્રતિબંધના બેવડા ધોરણો.!

સુરક્ષાનો ખ્યાલ હોય તો દરેક માટે પ્રતિબંધ કેમ નહી?

દ્વારકા જગતમંદિરમા મોબાઇલ કેમેરાના પ્રતિબંધના બેવડા ધોરણો.!

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

યાત્રાધામ દ્ધારકાના સુપ્રસિદ્ધ જગતમંદિરમા મોબાઇલ અને કેમેરા લઇ જવામા બેવડા ધોરણો અમલમા હોવાનો આક્ષેપ કરી પત્રકાર સંઘએ આ અંગે લડત કરવાની ચીમકી આપી છે, જગતમંદિરમા કોઇ મોટા માણસ આવે ત્યારે તેના સગા સંબંધીઓ અંદર શુટીંગ કરે ફોટા પાડે છે તેને કોઇ રોકતુ નથી અને મિડીયાકર્મીઓને ઉત્સવના કવરેજ માટે મોબાઇલ લઇ જવા પર પ્રતિબંધ લાદવામા આવે છે, આ આક્ષેપ સાથે લડતની ચીમકી અપાઇ છે, વધુમાં દ્વારકા પત્રકાર સંધ દ્વારા કલેકટરને સંબોધીને આપવામાં આવેલ આવેદનપત્રમાં એવો પણ આક્ષેપ કરાયો છે કે ૧૫ મી ઓગસ્ટની ઉજવણી અને ૧૭મી ઓગસ્ટના મુખ્યમંત્રીના કાર્યક્રમ અંગે પૂર્વતૈયારીના ભાગરૂપે યોજાયેલ એક બેઠકમાં પણ માત્ર બે ત્રણ માનીતા પત્રકારોને બોલાવીને જ માહિતી આપવામાં આવેલ અને શહેરના મોટાભાગના પત્રકારોને આ માહિતીથી વંચિત રાખવા પાછળ પણ પત્રકારોમા રોષ વ્યાપી જવા પામ્યો છે.  

-સુરક્ષાનો ખ્યાલ હોય તો દરેક માટે પ્રતિબંધ કેમ નહી?

જો મંદિરમા સુરક્ષાનો જ મામલો હોયતો દરેક માટે મોબાઇલના પ્રતિબંધ કેમ નહી તહેવાર, ધ્વજારોહણ અને મોટા ઉત્સવ તેમજ કોઇ મોટી વ્યક્તીનિ મુલાકાત વખતે સાથે રહેલાઓ એટલે કે સરકારી ન હોય તેવા સારુ લગાડવા તલપાપડ લોકો દ્વારા બેધડક ફોટા પડાય છે, શુટીંગ થાય છે ત્યારે પ્રાંત અધીકારી,મામલતદાર,ચીફઓફીસર,પોલીસ અધીકારી,સીક્યોરિટી એ તમામ કેમ આંખ આડા કાન કરે છે?  આવી ગેરકાયદેસર છુટમા કોઇક વાર કંઇ ગંભીર બાબતો પગ કરી જાય કે આવા હોશીલા સાથે કોઇ ભાંગફોડીયા ઘુસી કંઇ નુકસાન કરશે ત્યારે તંત્ર મો વકાસી ને બેસી જશે તેવી દહેશત પણ જાણકારોએ વ્યક્ત કરી છે જે સલામતીના ચુસ્ત પાલન નો અભાવ દર્શાવે છે