નારાયણ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જી.જી.હોસ્પિટલને 50 PPE કીટ અર્પણ

અધિક્ષકને અર્પણ કરવમાં આવી કીટ

નારાયણ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જી.જી.હોસ્પિટલને 50 PPE કીટ અર્પણ

Mysamachar.in-જામનગર

કોવિડ-19 મહામારીથી સમગ્ર વિશ્વ સંક્રમિત છે. તેમાં જી.જી હોસ્પિટલના સ્વાસ્થ્ય કર્મચારીઓ દ્વારા અવિરત અને અથાગ સેવા આપવામાં આવે છે. આ મહામારી ચેપી છે. અને તેના સંપર્કમાં જે કોઈ પણ આવે તેને બીમાર પાડે છે. તો જી જી હોસ્પિટલના સર્વે સ્વાસ્થય કર્મચારીઓની સુરક્ષા અને જનતાની સેવા માટે નારાયણ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ જામનગર દ્વારા જી જી હોસ્પિટલને 50 PPE કીટનું અનુદાન કરેલ છે. આમ તેઓએ આ સત્કર્મ દ્વારા સમાજની ખૂબ મોટી સેવા કરી છે.આ અવસરે નારાયણ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ જામનગરના પ્રમુખ દામજીભાઇ અજુડીયા અજીતભાઇ દેસાઇ હિતેન્દ્ર અજુડીયા તથા બાથાણી બિલ્ડર્સના બાલકૃષ્ણભાઈ બાથાણી દ્વારા જી જી હોસ્પિટલના સુપ્રિડેન્ટ ડો.દીપક તિવારીને ડીન નંદિનીબેન દેસાઇ ડો મનીષભાઈ મહેતા ડો જીતુભાઈ વાછાણી ની હાજરી તેઓને આ 50 PPE કીટ અર્પણ કરેલ છે.