જી.જી.હોસ્પિટલમાં “ગનમેન” ઉભા રાખીને તંત્ર શું દર્દીઓમાં ભય પેદા કરવા માંગે છે.?

કરવાનું થતું નથી ને....

જી.જી.હોસ્પિટલમાં “ગનમેન” ઉભા રાખીને તંત્ર શું દર્દીઓમાં ભય પેદા કરવા માંગે છે.?

Mysamachar.in-જામનગર:

જામનગરની જી.જી.હોસ્પિટલ અવારનવાર વિવાદોમાં રહેવા માટે રાજ્યભરમાં જાણીતી છે, એવામાં સિક્યુરીટીના મસમોટા કોન્ટ્રાક્ટ તો રાખવામાં આવે છે, પણ સિક્યુરિટી ગાર્ડ પૂરતા ના હોય અડધી નોકરીએ ઘરે ચાલ્યા જાય અને પોઈન્ટ રેઢાપટ પડ્યા હોય ત્યારે લાગત વળગતા ના કોન્ટ્રાક્ટ હોય એટલે બોલનારું પણ કોઈ ના હોય તે સ્વાભાવીક છે. એવામાં ડેન્ગ્યું વચ્ચે પીડાઈ રહેલા શહેરીજનોની યોગ્ય સેવા અને સારવાર કરવાને બદલે જી.જી.હોસ્પિટલમાં કમને પગ મુકનાર દર્દીઓ અને તેના સબંધીઓ સિક્યોરીટીની તાનાશાહીનો ભોગ બની રહ્યા છે, તોછડા વર્તન કરી દર્દીઓ અને તેના સબંધીઓને હડસેલવામાં આવી રહ્યા છે,

એવામાં આજે હોસ્પિટલમાં જોવા મળ્યું કે ટ્રોમા વોર્ડ અને મેડીકલ ઈમરજન્સી વોર્ડની બહાર ગનમેન રાખવાનો નિણર્ય હોસ્પિટલ તંત્રને શા માટે સુજ્યો તે જ સૌથી મોટો સવાલ છે.સવાલો એવા પણ થાય છે કે શું આ સરકારી હોસ્પિટલમાં દર્દીઓ નહિ ગુંડાઓ જ આવે છે..? શું અહી કોઈ લુંટી જવા જેવી ચીજવસ્તુઓ રાખવામાં આવી છે.? જે દર્દીઓ પોતાના દર્દ ને માર્યે જી.જી.હોસ્પિટલમાં આવે છે, તેની સામે ગનમેન ને ઉભા રાખી અને ભય પેદા કરવાની બાબત જરાપણ યોગ્ય ના હોવાનું આવનાર લોકોમાં ચર્ચાઈ રહ્યું છે,

ખરેખર જી.જી.હોસ્પિટલમાં સુવિધા કરવા જેવું ઘણું છે, પણ તે તમામ તરફ દુર્લક્ષ્ય સેવીને માત્ર ને માત્ર દરવાજાઓ બંધ કરવા ઉપરાંત સિક્યુરિટીની લુંખાગીરી દર્દીઓ સાથેનો વ્યવહાર એકપણ ઉચ્ચ અધિકારીને કેમ ધ્યાને નથી આવતું તે પણ વિચારતા કરી મુકે છે. હોસ્પિટલમાં સિક્યુરિટી ચોક્કસ જોઈએ તેના થી કોઈ સંદેહ ના હોય શકે પણ તાનાશાહી કરતા સિક્યુરિટી ગાર્ડને અધિક્ષકે ટોકવા પણ એટલા જ જરૂરી છે કારણ કે આ હોસ્પિટલમાં દર્દીઓ અને તેના સબંધીઓ જ ના છુટકે આવે છે અહી આવીને ફરવાનો કોઈને શોખ નથી. તે વાત પણ હોસ્પિટલ તંત્રએ સમજવી પડશે.

-દર્દીઓ ખાટલા વિના સુતા છે તેની ચિંતા કરો...
ડેન્ગ્યુના અજગરી ભરડા વચ્ચે દર્દીઓ ખાટલા વિના નીચે સુતા છે, તેની યોગ્ય વ્યવસ્થા કરવાની પણ જી.જી.હોસ્પિટલની જવાબદારી છે, અને દિનપ્રતિદિન ડેન્ગ્યુંનો રોગચાળો વધી રહ્યો છે, ત્યારે શા માટે જરૂરી વ્યવસ્થા વિના દર્દીઓને કનડવાનું બંધ થાય તો સારું છે.

-અધિક્ષક ડો.નદીની બહારી કહે છે કે..
ગનમેન અંગે જયારે હોસ્પિટલના અધિક્ષક ડો.નંદીની બહારી ની પ્રતિક્રિયા લેવામાં આવી ત્યારે તેવોએ કહ્યું કે અમે મંજૂરી લઈને ગનમેન મુક્યો છે, ઘણી વખત બે પક્ષે ઝઘડો કરનાર લોકો હોસ્પિટલમાં આવી અને ઝઘડો ના કરે તે માટે ગનમેન રાખવામાં આવ્યા છે, તે ખાલી બેસે છે કોઈ ને કાઈ કરતા નથી.