મલાઇદાર ચાર્જ ધરાવતા TPO ની કરોડોની મિલકત?

જાગૃત નાગરીકની ફરિયાદ ACB પહોચી 

મલાઇદાર ચાર્જ ધરાવતા TPO ની કરોડોની મિલકત?

Mysamachar.in-જામનગર:

જામનગર મહાનગરપાલિકામાં મલાઇદાર વિભાગોના ચાર્જ સંભાળતા TPO શૈલેષ જોશી કરોડોની મિલકતના માલિક છે જે અંગે એક નાગરિકએ સરકારમા ઉપરાંત ACB અને ED માં આ ફરિયાદની વિગતો પહોચતી કરી છે, મુળ સીટી એન્જીનિયર તેમજ TPO પ્રોજેક્ટ પ્લાનીંગ, ગાર્ડન, વોટરવર્કસ સહિત અનેક વીભાગના ચાર્જ સંભાળતા આ અધીકારીએ અત્યાર સુધી દાબી દાબી ને મલાઇ ખાધી ને હવે કંઇ થાય એ પહેલા રીટાયર થઇ જવાની વેતરણ મા છે.

એક નાગરિકે કરેલી વિસ્તૃત રજુઆતમા જણાવ્યુ છે કે આ અધીકારી પારસ સોસાયટીમાં બંગલો જંગી રકમના,જુદા-જુદા સર્વે નંબરોમાં કોમર્શિયલ અને રહેણાકના પ્લોટ અઢી કરોડનો, સર્વેનંબર ગ્રીન સીટીમા ૧ કરોડનો પ્લોટ અને જંગી રકમનુ એપાર્ટમેન્ટ વગેરે મિલકત ધરાવે છે, ઉપરાંત લાખોટા તળાવ બ્યુટીફીકેશન  ઓવરબ્રીજ વગેરે કામોમા ભાગીદારી રાખી ખુબ કમાયા હોવાના કથિત આક્ષેપો તેમજ ખાનગી જમીનમા આવાસ બનાવી કોઈ ચોક્કસ વ્યક્તિને ૬ કરોડનો ફાયદો કરાવવો, એલઇડી પ્રોજેક્ટમા પણ જંગી કમિશન તારવ્યુ હોવા સાથે અનેક આક્ષેપો અરજીમાં અરજદાર દ્વારા કરવામાં આવ્યા છે. હવે ACB આ મામલે કેવીક ગંભીરતા દાખવે છે તેમજ મનપામાં પણ આંતરિક ખાતાકીય તપાસો થાય છે કે કેમ અને આક્ષેપોમાં કેટલું તથ્ય તે સચોટ તપાસ બાદ જ સામે આવશે બાકી હાલતો આવા મુદાઓ  આક્ષેપો રૂપે સામે આવ્યા છે.

 
-....તો સેદાણીની જેમ ધામધુમ થી વરઘોડો નીકળશે 
જે રીતે ફરિયાદ કરનાર અરજદાર ને આશા છે તેમ
ACB તપાસ કરે તો જંગી મિલકત તેમજ રોકડ દાગીના વગેરે ઘણુ આ અધીકારી સહિતના એસ્ટેટ અને ટાઉનપ્લાનિંગ વિભાગના અન્યો પાસેથી મળી આવે તેમ હોય તેવી આ નાગરીકને આશા છે જો એ તપાસ થાય તો ધામધુમથી ભાઇ જોશી નો વરઘોડો નીકળી શકે.
-સરકારમા મોકલાતા પત્રકમા પણ છુપાવાતી વિગત
ફરિયાદ કરનાર અરજદાર વધુમા જણાવે છે કે જોશી એક તો સરકારમા દર વર્ષે મિલકતના પત્રક મોકલવાના હોય તેમા બધી મિલકત ન દર્શાવતા હોવાનું પણ સામે આવે છે. તે અંગે અલગ કેસ થવો જોઇએ તેમજ પારસ સોસાયટીના પોતાના રહેણાંક બંગલાની કિંમત માત્ર અંદાજે ૬ લાખ જ દર્શાવે છે જો ૬ લાખ કિંમત હોય તો ફરિયાદ કરનાર ને છ લાખમા તે બંગલો ખરીદવો છે.


-ગઠબંધનનુ ગૌરવ નહી હુંકાર
આ રીતે મિલકત એકઠી કરનાર જોશીને રાજકીય ગઠબંધનનુ ગૌરવ નહી ખોટો ગર્વ પણ નહી હુંકાર છે એ ગઠબંધન કોઇ રાજકીય હોઇ શકે અથવા ઉપરીનુ પણ હોઇ શકે છે પરંતુ ઇતિહાસ ગવાહ છે કે તવાઇ બોલે ત્યારે કોઇ હાથ ઝાલતુ નથી.
-નો કોમેન્ટ:જોશી 

ACB સુધી જોશી અને TPO અંગે પહોચેલી અરજીઓમાં કેટલું તથ્ય છે તે જાણવા માટે માય સમાચાર દ્વારા તેવોની ટેલિફોનિક પ્રતિક્રિયા જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો પણ તેવોએ કહ્યું કે “નો કોમેન્ટ” હવે જો ખરેખર તો માત્ર આવા આક્ષેપો હોય તો તેઓએ વિસ્તૃત પ્રતિક્રિયા આપી અને પોતાનો બચાવ પણ રાખવો જોઇયે.