શું તમારા બાળકો પણ રમે છે PUBG ગેમ.?

તો આ કિસ્સો વાંચી લેજો

શું તમારા બાળકો પણ રમે છે PUBG ગેમ.?

Mysamachar.in-સુરેન્દ્રનગર

હાલમાં લોકડાઉન છે અને લોકો પણ ઘરમાં છે, પરંતુ બાળકોમાં છેલ્લા કેટલાક સમયથી ગેમને લઈ એક અલગ જ ઉત્સાહ જોવા મળતો હોય છે. એમાં પણ પબજી ગેમની ઘેલછા છેલ્લા કેટલાક સમયથી બાળકો અને યુવાનો સહીત મોટેરાઓમાં લાગી છે, અને તેનાં કારણે ખાસ તો બાળકો અને યુવાનોના માનસપટ પર આ ગેમને કારણે જબરી અસર જોવા મળી રહી છે, ત્યારે વધુ એક વખત આ ગેમને લઈને લાલબતી સમાન કિસ્સો સામે આવ્યો છે, સુરેન્દ્રનગરમાં પબજી ગેમ રમતા કિશોરનો આપઘાતનો કિસ્સો બન્યો છે. વઢવાણમાં 15 વર્ષીય કિશોરે આપઘાત કર્યો છે. ગેમનો રાઉન્ડ પાર ન થતા આપઘાત કર્યો છે. મૃતકના પિતાએ પોલીસમાં જાહેર કર્યું છે કે પબજી રમતા લોકો માટે લાલબત્તી સમાન આ કિસ્સો અવગણવા જેવો નથી.