શું તમારી પાસે પણ છે ડેબિટકાર્ડ?જાણો જામનગરમાં કઈ રીતે ચાલતું હતું કાર્ડક્લોન કૌભાંડ

જાણો સંપૂર્ણ વિગત અહી...

શું તમારી પાસે પણ છે ડેબિટકાર્ડ?જાણો જામનગરમાં કઈ રીતે ચાલતું હતું કાર્ડક્લોન કૌભાંડ
પ્રતીકાત્મક તસ્વીરો

mysamachar.in-જામનગર

કેન્દ્ર સરકાર નોટબંધી બાદ કેશલેશ ટ્રાન્જેક્શનો પર ભાર મૂકી ને લોકો રોજીંદી ખરીદી સહિતના કામો વેળાએ પીઓએસ મશીન દ્વારા નાણા ચુકવણીનો આગ્રહ કરવામાં આવતા કેટલાય લોકો પોતાના ટ્રાન્જેક્શન પીઓએસ મશીન દ્વારા કરતાં થયા છે,ત્યારે જામનગરમા આવા ડેબિટ અને ક્રેડીટ કાર્ડનો ઉપયોગ કરતાં લોકો સાથેની છેતરપીંડીનો એક નવતર કિસ્સો જામનગરમાં પ્રથમ વખત સામે આવ્યો છે,

 

જામનગરમા ડુપ્લીકેટ ડેબિટ એટલે કે એટીએમકાર્ડ બનાવી અને ચીટીંગ કરવાની શરૂઆત હજુ તો થોડા દિવસો પૂર્વે જ થઇ હતી.ત્યાં જ જામનગર એસઓજી ના ઇન્ચાર્જ પી.આઈ.એચ.બી.ગોહિલ ને આ નવતર ચીટીંગ ના કીમીયાની જાણ થઇ જતા તેવો પોતે તેમજ તેમની ટીમના માણસો છેલ્લા કેટલાક દિવસોથી આ ચીટીંગ કઈ રીતે થઇ રહ્યું છે,કોના દ્વારા થાય છે,ક્યાં સમયે અને કઈ રીતે થાય છે તેની વોચ રાખીને બેઠા થતા અને અંતે સફળતા પણ મળી છે,

એમસીએ અને બીસીએ જેવા ઉચ્ચઅભ્યાસ કરેલા શિક્ષિત ચીટરો ની ટોળકી સુવ્યવસ્થિત રીતે લોકોના એટીએમ કાર્ડનો ડેટા ચોરી કરીને ડુપ્લીકેટ એટીએમ બનાવ્યા બાદ  છેતરપીંડી કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે,એટીએમ અને ડેબિટ કાર્ડમા નીચે એક બ્લેક્મેગેનેટીક પટ્ટી આવે છે,જેમાં કાર્ડધારકનો તમામ પ્રકારનો ડાટા સુરક્ષિત હોય છે,અને જેના દ્વારા જ તે પોતાના કાર્ડનો ઉપયોગ કરી શકે છે,પંચવટી વિસ્તાર નજીક આવેલ એક ખાણીપીણીની દુકાનમાં પણ આ ટોળકીનો એક સાગરીત બેસતો હતો અને જેવા લોકો આરોગ્યા બાદ કાર્ડ થી પૈસા આપે તો તેના કાર્ડનો ડેટા તે પોતા પાસે રહેલા રીડરમા પણ લઇ લેતો હતો,અને બાદમાં ચોરવામાં આવેલ ડેટાનું એક કાર્ડ બનાવી અને તેના વડે જામનગર શહેર થી માંડી ને રાજકોટ સુધીના જુદા જુદા એટીએમ મશીનોમાં થી રાત્રીના સમયે પૈસા ઉપાડી લેતા હતા.અને જામનગરમાં પ્રથમ વખત જ શરૂ થયેલ આ ચીટીંગને મોટું સ્વરૂપ મળે તે પૂર્વે જ પોલીસે પાંચ જેટલા ઇસમોને ઝડપી પાડ્યા છે,

આ ગુન્હા અંગે જામનગર શહેરના ત્રણેય પોલીસ મથકો સીટીએ,સીટીબી અને સીટી સી મા  નોંધાયેલ ફરિયાદમાં ૭ જેટલા કાર્ડધારકોને બોગસ એટીએમ બનાવી ૫,૫૧,૬૧૫  લાખની રોકડ ઉપાડી લેવા અંગેની ફરિયાદ નોંધાઈ છે,અને પોલીસ આ મામલે ઝડપાયેલ ચીટરો ના નામો હજુ જાહેર નથી કર્યા નામો સાથેની વધુ વિગતો થોડાસમયમાં જાહેર કરશે તેવું જાણવા મળી રહ્યું છે.

આવી તો ચાલાકી વાપરતા હતા..
નિયમમુજબ એક દિવસમાં એટીએમકાર્ડ ધારક ૪૦,૦૦૦ રૂપિયા ઉપાડી શકે છે,પણ આ ચીટર ટોળકીના સભ્યો વધુ પૈસા એક જ એટીએમકાર્ડ દ્વારા ઉપડી જાય તે માટે રાત્રીના સમયે ૧૧:૪૫ વાગ્યા આસપાસ એક વખત અને ૧૨:૦૦ વાગ્યા પછી એક વખત એમ થોડીવારમા જ બે ટ્રાન્જેક્શન કરી ને ૮૦,૦૦૦ જેટલી રકમ ઉપાડી લેતા હતા..

એટીએમ અને ક્રેડીટકાર્ડધારકો ના કરે આ ભૂલ..
ઘણીવખત કાર્ડધારકો પોતાનું એટીએમ કાર્ડ કે ક્રેડીટકાર્ડ સ્વેપ કરતી વખતે જે તે વ્યક્તિની સામે અને તેને દેખાઈ આવે તે રીતે જ કાર્ડ સ્વેપ કરવા સમયે પીનકોડ એન્ટર કરતાં હોય છે,અને કાર્ડધારકો એવું માનતા હોય છે કે કાર્ડતો આપણી પાસે જ છે તો છેતરપીંડી કેવી રીતે થશે તેવા વહેમમા હોય છે,પણ આવું નથી હોતું અને સામે રહેલ વ્યક્તિ તમારા પીનનંબર જોઈને તેનો કઈ રીતે ઉપયોગ કરી શકે તેવો આ કિસ્સો દરેક કાર્ડધારક વ્યક્તિ માટે ભારે ચેતવણીરૂપ છે.