દિવલો ડોન ફરી મેદાનમાં..વધુ એક ગુન્હાને આપ્યો અંજામ 

નોંધાઈ ફરિયાદ

દિવલો ડોન ફરી મેદાનમાં..વધુ એક ગુન્હાને આપ્યો અંજામ 

mysamachar.in-જામનગર

જામનગરમા ગઈકાલે એક જ દિવસમાં એવા બે બનાવો સામે આવ્યા છે,જે પોલીસ વિભાગ માટે શરમજનક કહી શકાય તેવી બાબત છે,ગઈકાલે કોર્ટ પરિસરમાં સામાન્ય બાબતે હત્યા કેસના આરોપીએ પોલીસકર્મી નું માથું ફોડી નાખ્યું તો સાંજે સમર્પણ હોસ્પિટલ નજીક દિવલો ડોન અને તેના સાગરીતોએ વધુ એક વખત પોતાના લખણ ઝળકાવ્યાનો કિસ્સો પણ સામે આવ્યો છે,

વાત છે ગતસાંજની જયારે ટ્રક ડ્રાઈવિંગ નું કામ કરતાં અકબર સુમભાણીયા પોતાના ઘરે સિક્કા જવા માટે સમર્પણ હોસ્પિટલ નજીક ઉભા હતા ત્યારે જામનગરનો નામચીન દિવલો ડોન અને તેની સાથે બીજા બે થી ત્રણ અજાણ્ય શખ્સો ત્યાં આવી ચઢ્યા હતા,અને અકબરભાઈ ને છરી મારી દઈ અને તેની સાથે રહેલા એક અન્ય એક વ્યક્તિ પાસેથી ૧૪૬૦૦ ની રોકડની લુંટ કર્યા બાદ પોલીસ ફરિયાદ કરશો તો પતાવી દેવાની ધમકી આપી અને આ શખ્સો નાશી છુટ્યા હતા,

આ મામલે ભોગ બનનાર અકબરભાઈએ સીટી સી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે દીવલા ડોન સહીત અજાણ્યા ઇસમો સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.