લાલપુરના એક રેવન્યુ તલાટી ફદકે ચડ્યા.!

દોડવુ તુ ને ઢાળ મળતા...ભાઇ લા'ટ સા'બ ના રોફમા

લાલપુરના એક રેવન્યુ તલાટી ફદકે ચડ્યા.!

Mysamachar.in-જામનગર:

જામનગર જિલ્લાના લાલપુર તાલુકા મામલતદાર કચેરીના એક તલાટી ફદકે ચડતા રેવન્યુ વર્તુળોમા ચર્ચાઓએ જોર પકડ્યુ છે, એમાય ક્લાર્ક  નાયબ મામલતદારો હડતાલ ઉપર હોય ભાઇને બીજી કામગીરીઓ સોંપાતા દોડવુતુ ને ઢાળ મળ્યાનો ઘાટ ઘડાતા ભાઇ લા'ટ સા'બ બનવા લાગ્યા છે, અને ગ્રામ્ય વિસ્તારોમા અમુક દાખલા માપણી આકારણી નોટીસ દબાણ મામલે સારૂ એવુ લડી રહ્યા છે,અને લણી રહ્યા છે તેવા કારનામાઓમાંથી  અમુક કિસ્સા બહાર અવી રહ્યા છે, જેનુ એકત્રીકરણ થયે એક જાગૃત પ્રહરી ઉચ્ચ અધીકારી સમક્ષ વહીવટના હિતમા પુરાવા રજુ કરવા કે ચોક્કસ નામો આપી તપાસ માંગવા મળવાની મંજુરી મેળવવાના હોવાનુ જાણવા મળે છે.

વરસો પહેલા આ તલાટીનુ જામનગર ગ્રામ્ય કચેરીમાં ફરજ વખતેનુ " સહી" પ્રકરણ જેના ઉપર બે અધીકારીઓએ પરદા પાડેલા તે પણ હાલ અહી પ્રમોશન લઇ સારી પોસ્ટમા ગોઠવાયા હોય તેઓ ની પણ સામેની આ કેસની રજુઆત ઉચ્ચ કક્ષાએ થઇ શકે એ સ્વાભાવિક છે, જો આ બધુ જ થશે તો ધામધુમથી એક ની પાછળ અનેક બાબતો બહાર ઉછળી આવશે અને સમગ્ર મામલો ધામધૂમ વાળી જાન જેવો રંગેચંગે આગળ ધપે તેવી શક્યતાઓ આ દરેક બાબતો ગર્ભિત રીતે જણાવનારે વ્યક્ત કરી mysamachar  ને ગંભીર મુદાઓ આ કર્મચારી અને તેની ગંભીર ભુલ ઉપર ધુળ વાળી દેનાર બે અધીકારીઓ વિશે ખાસ કરીને એક તો ખુબ "શોખીન" છે, તેની રોચક બાબતો રસપ્રદ કિસ્સા જણાવ્યા છે જેની ખરાઇ કરી વ્યુઅર્સ માટે સિરિયલ સ્વરૂપે તથ્ય હશે તો પ્રસ્તુત થાય તેવુ વહિવટના હિતમા માહિતિ આપનારાઓની અપેક્ષા હોય એ સ્વાભાવિક છે,