શું તમને ખબર છે, વોટ્સઅપ લાવ્યું નવું ફીચર

આ ફીચર ઝૂમ એપને મારશે ટક્કર

શું તમને ખબર છે, વોટ્સઅપ લાવ્યું નવું ફીચર

Mysamachar.in-ગુજરાત

લગભગ એક પણ સ્માર્ટફોન વોટ્સએપ એપ વિનાનો નહિ, ત્યારે વોટ્સએપ પણ પોતાના યુજર્સ માટે સમયાંતરે અપડેટ લાવતું રહે છે, આજે પણ એક મોટું અપડેટ વોટ્સઅપ માં આવ્યું છે  ઈન્સ્ટન્ટ મેસેજિંગ મેસેજિંગ એપ વ્હોટ્સએપે ફાઈનલી તેનું મોસ્ટ અવેઈટેડ ફીચર લોન્ચ કર્યું છે. હવે વ્હોટ્સએપમાં કુલ 8 મેમ્બર્સ વીડિયો- ઓડિયો ગ્રૂપ કોલિંગ કરી શકશે. આ ફીચર એન્ડ્રોઈડ અને iOS બંને માટે લોન્ચ કરવામાં આવ્યું છે. કંપનીએ ટ્વીટ કરી તેની માહિતી આપી છે. એન્ડ્રોઈડનાં 2.20.143 વર્ઝનમાં અને iOSનાં 2.20.50માં આ નવું ફીચર ઉમેરવામાં આવ્યું છે. ફીચરનો ઉપયોગ કરવા માટે યુઝરે એપ અપડેટ કરવાની રહેશે. ગ્રૂપ કોલિંગ એન્ડ ટુ એન્ડ ઈન્ક્રિપ્ટેડ હશે તેથી યુઝરે તેની પ્રાઈવસીની  કોઈ ચિંતા નહીં રહે. અગાઉ વ્હોટ્સએપમાં કુલ 4 મેમ્બર્સ ગ્રૂપ કોલિંગ કરી શકતા હતા.

નવાં ગ્રૂપ કોલિંગ ફીચરના ઉપયોગ કરવાના સ્ટેપ્સ:
•    સૌ પ્રથમ યુઝરે તેનું વ્હોટ્સએપ અપડેટ કરવાનું રહશે.
•    ત્યારબાદ ગ્રૂપ કોલિંગ માટે ગ્રૂપમાં કોલિંગ આઈકોન પર ક્લિક કરવાનું રહેશે.
•    જો ગ્રૂપ કુલ 8 જ મેમ્બર્સનું હશે તો ઓટોમેટિક તમામ મેમ્બર્સ સિલેક્ટ થઈ જશે પરંતુ 8થી વધારે લોકોના ગ્રૂપ માટે યુઝરે અન્ય 7 મેમ્બર્સની પસંદગી મેન્યુઅલી કરવાની રહેશે.
•    યુઝર્સ સિલેક્ટ કર્યા બાદ ઓડિયો અથવા વીડિયો કોલિંગમાંથી કોઈ એક આઈકોન પર ક્લિક કરવાનું રહેશે.
•    એપનું લેટેસ્ટ વર્ઝન ધરાવતા યુઝર્સ જ એકબીજા સાથે આ નવાં ફીચરથી કોલિંગ કરી શકશે.