લે..બોલો..ધ્રોલ ની વસ્તી જામનગર શહેર કરતા પણ વધુ .!

જાણો કઈ રીતે.?

લે..બોલો..ધ્રોલ ની વસ્તી જામનગર શહેર કરતા પણ વધુ .!

Mysamachar.in-જામનગર:

પાણી પુરવઠા બોર્ડ દ્વારા ખોટા અને ભૂલ ભરેલા પત્રકો અને આકડાઓ ઉપર અનેક મીટીંગો થઇ ગઇ અને તેના પર કેટલાય નિર્ણયો લેવાઈ ચૂક્યાનું સામે આવ્યું છે, જામનગર જિલ્લા પાણી સમિતિની મીટીંગ આમ તો ગત ચોમાસુ નબળુ ગયુ હોય શિયાળાથી શરૂ કરવામા આવી હતી કેમકે માત્ર ૫૦ ટકા વરસાદ માત્ર ૩૦ ટકા જ ડેમોમાં જળ સંગ્રહથી સ્થિતિ કફોડી થઇ જવાનો અંદેશો ત્યારે જ આવી ગયો હતો,

નાગરિકોને પીવાનુ પાણી પુરતુ મળી રહે તે માટેની સરકારની જવાબદારી છે અને રોજ પીવાનુ શુદ્ધ પાણી મેળવવાનો દરેક નાગરિકોનો બંધારણીય હક્ક પણ છે.જિલ્લા માટે પાણી નુ આયોજન કરવા માટે સૌ પ્રથમ જિલ્લાની વસ્તીની અધીકૃત વિગત જરૂરી છે એ સર્વસામાન્ય બાબત છે ત્યારે પાણી પુરવઠા બોર્ડ ના પત્રકમા જામનગર જિલ્લાની કુલ વસ્તી ૨૦ લાખથી વધુ તેમા ધ્રોલની વસ્તી ૧૧ લાખથી વધુ દર્શાવી દેવામાં આવ્યું હતું.જે પત્રકમા  જામનગરની વસતી ૭,૫૦,૦૦૦ દર્શાવવામા આવી હતી,જેથી ધ્રોલ શહેર ની વસ્તી શું જામનગરથી પણ વધુ થઇ ગણાય..?

આમ સાચા વસ્તીના આકડા વગર જ પાણી સમિતીની ઘણી  મીટીંગ ખોટા આંકડા ઉપર મળી ગઇ અને તેના પર નિર્ણયો પણ લેવાયા હતા, આ બાબતે કોઈ વરિષ્ઠ અધિકારીઓ નું  ધ્યાન પણ ન ગયુ અને કોઇએ ધ્યાન દોર્યુ પણ નહી...પણ સુત્રો માંથી જાણવા મળ્યા મુજબ બહારથી કોઇ જાગૃત નાગરીકે ધ્યાન દોર્યા બાદ તંત્રએ ભુલ સુધારી એ પહેલા ભૂલ ભરેલા પત્રકો ના આધારે પાણીના  નિર્ણય લેવાયા સમીક્ષા થઇ ,તેની સાર્થકતા કેટલી ગણાય તે પણ સવાલો પણ સ્વાભાવિક છે કે ઉભા થાય..

અગાઉ એક સીનીયર સચિવે પણ કરી હતી ટકોર..

સરકારી પત્રકોમાં ભુલ હોવી અથવા વાસ્તવિકતાથી દૂર હોય તે નવી બાબત નથી અગાઉ સિનિયર સચિવએ જામનગર મીટીંગ લેવા આવેલા ત્યારે ટકોર કરેલી તો વળી જિલ્લાકક્ષાની મીટીંગમા જિલ્લા કલેક્ટર અનેક વિભાગને અધૂરા ,ભુલભરેલા પત્રક અંગે લગભગ દરેક મીટીંગમા ટકોર પણ કરે છે તે રેકર્ડ ઉપર છે આ બાબત ઉપરથી સરકારી બાબુઓ કેવો વહીવટ કરતા હશે તેનો અંદાજ મુકી શકાય...