ધ્રોલના ખેડૂતે પાક નિષ્ફળ જતા કર્યો આપઘાત..

ધ્રોલના ખેડૂતે પાક નિષ્ફળ જતા કર્યો આપઘાત..

mysamachar.in-જામનગર

આ વર્ષ અનિયમિત અને અપૂરતા વરસાદે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે,એવામાં હાલારમા પણ ખેડૂતો દેવાના બોજ હેઠળ દબાઈ ને પાક નિષ્ફળ જશે તો શું..? તેવી ભીતી એ આપઘાત કરી રહ્યા છે,એવામાં ધ્રોલ તાલુકામાં આજે વધુ એક ખેડૂતે આપઘાત કરી લેતા તંત્ર દોડતું થઇ જવા પામ્યું છે,

ધ્રોલ તાલુકાના મોટાઇટાળા ગામના રમેશભાઈ મુંગરા નામના ખેડૂતે પોતાના ખેતરમાં વાવેલ પાક નિષ્ફળ જતા અને દેવું વધી જતા આજે બપોરના સમયે પોતાની વાડીમાં ગળાફાંસો ખાઈ ને આત્મહત્યા કરી હોવાનું પરિવારજનો એ તેમના નિવેદનમાં નોંધાવ્યું છે,મામલાની જાણ થતા જ ધ્રોલ પોલીસ સહિતનો કાફલો ઘટનાસ્થળ પર દોડી જઈ ને વધુ તપાસ હાથ ધરી છે,

હાલ પ્રાથમિક કારણ પાક નિષ્ફળ જવા અંગેનું માનવામા આવી રહ્યું છે છતા પણ તે જ કે અન્ય કોઈ કારણ તે દિશામા પણ તપાસ ચાલી રહી છે.