ભુપેન્દ્રસિંહ ચુડાસમાની ચુંટણી રદ થવા મામલે નાયબ મુખ્યમંત્રીની પ્રતિક્રિયા

ધોળકા બેઠકની ચુંટણી થઇ રદ

ભુપેન્દ્રસિંહ ચુડાસમાની ચુંટણી રદ થવા મામલે નાયબ મુખ્યમંત્રીની પ્રતિક્રિયા

Mysamachar.in-ગાંધીનગર

2017 ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની જીતને પડકારતી ગુજરાત હાઈકોર્ટમાં થયેલ અરજી પર આજે મોટો નિર્ણય આવ્યો છે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની સાથે રાજ્ય સરકારને મોટો ઝટકો લાગ્યો છે. ગુજરાત હાઈકોર્ટે પોતાના ચુકાદામાં ધોળકાની બેઠક રદ્દ કરવા આદેશ આપ્યો છે. હાઈકોર્ટના આ ચુકાદા બાદ ડેપ્યૂટી સીએમ નીતિન પટેલે નિવેદન આપતા કહ્યું કે  ગુજરાત હાઈકોર્ટે આપેલા ચુકાદાના સમાચાર જાણીને અમને ખુબ દુ:ખ થયું. તેમ છતાં ગુજરાત હાઈકોર્ટના ચુકાદા પર અમને સ્ટે મળે તેવી પુરેપુરી આશા છે. તેમને ઉમેર્યું હતું કે, શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા વર્ષ 2017માં ધોળકાથી ચૂંટણી લડ્યા હતા. જેમાં તેમનો વિજય થયો હતો. તેના વિરુદ્ધ કોંગ્રેસના ઉમેદવારે ગુજરાત હાઈકોર્ટમાં વિવિધ મુદ્દાઓને ટાંકીને પીટિશન કરી હતી.

નીતિન પટેલે કહ્યું કે સરકાર અને ભાજપપક્ષ ભૂપેન્દ્રસિંહ સાથે જ છે. તેમને તમામ પ્રકારનો સહકાર અને સહયોગ આપીશું. હાલ ગુજરાત હાઈકોર્ટમાંથી જે જજમેન્ટ આવ્યું છે, તેના પર અભ્યાસ ચાલી રહ્યો છે. સામાન્ય રીતે ચૂંટણી રદ થાય ત્યારે MLA પદ રહેતું નથી તેવું તારણ હોય છે. પરંતુ તેમ છતાં તેમનું મંત્રીપદ ચાલું રહે તેવા બનતા તમામ પ્રયત્ન અમે કરીશું. રાષ્ટ્રીય નેતાગીરીના માર્ગદર્શનથી કામગીરી કરીશું.