ખેડૂતો નોંધી રાખે આ નંબર, એક SMSથી મળશે ખાસ સુવિધાનો લાભ

ખાસ સેવાનો પ્રારંભ

ખેડૂતો નોંધી રાખે આ નંબર, એક SMSથી મળશે ખાસ સુવિધાનો લાભ
ફાઇલ તસવીર

Mysamachar.in-ગાંધીનગરઃ

ગાંધીનગરથી ખેડૂતો માટે એક ખાસ સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે GGRC અંતર્ગત khedut.ggrc.co પોર્ટલ અને મોબાઇલ નંબર લોન્ચ કરવામાં આવ્યા છે. ગ્રીન રિવોલ્યુશન કંપની દ્વારા ઓછા પાણીએ વધુ ખેતી થાય તેવી ડ્રીપ ઇરિગેશનની ખેડૂતલક્ષી કામગીરી કરવામાં આવી રહી છે, જેનો લાભ મેળવવા માટે ખેડૂતોને આહવાન કરવામાં આવ્યું છે. નવા લોન્ચ પોર્ટલ અને મોબાઇલ નંબર પર ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે ત્યારબાદ GGRC કંપનીના માણસો તમારો સંપર્ક સાધી વધુ માહિતી આપશે. લોન્ચિંગ કાર્યક્રમમાં નીતિન પટેલે જણાવ્યું કે રાજ્યમાં ખેડૂતો મોર ડ્રોપ મોર ક્રોપ હેઠળ ડ્રીપ ઇરિગેશનનો મહત્તમ ફાયદો ઉઠાવે તેવું સરકાર ઇચ્છે છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 11 લાખથી વધારે ખેડૂતોને 18.50 લાખ જેટલા હેક્ટરમાં સુક્ષ્મ સિંચાઇ પદ્ધતી વસાવીને આ યોજનાને લાભ પુરો પાડવામાં આવી ચૂક્યો છે. ખેડૂતોના લાભાર્થે અત્યારસુધીમાં 6090 કરોડની સબસિડી પૂરી પાડવામાં આવી છે. હજુ પણ જે ખેડૂતો લાભ મેળવવા ઇચ્છી રહ્યાં છે તેઓએ 9763322211 મોબાઇલ નંબર અથવા પોર્ટલ પર નામ, સરનામુ વગેરે વિગતો લખી એક SMS કરવાનો રહેશે.