એસ્સાર દ્વારા કોમર્શિયલ કાર્ગો હેન્ડલ કરવાની પરવાનગી રદ કરવા માંગણી

ચેમ્બર ઓફ કોમર્સ આવ્યું મેદાને

એસ્સાર દ્વારા કોમર્શિયલ કાર્ગો હેન્ડલ કરવાની પરવાનગી રદ કરવા માંગણી

Mysamachar.in-જામનગર:

જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા બંદર નજીક “એસ્સાર” દ્વારા પાવર પ્રોજેક્ટ માટે બનાવેલ કેપ્ટીવ કોલ જેટ્ટી અને તેના વપરાશ બાબત તા.૨૮-૦૫-૨૦૦૯થી તે સમયના મુખ્યમંત્રી તથા હાલના દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને, ઉપાધ્યક્ષ અને મુખ્ય કારોબારી અધિકારી, ગુજરાત મેરીટાઇમ બોર્ડ તથા ગુજરાત સૌરાષ્ટ્રની અન્ય ચેમ્બરોને પત્ર પાઠવી એસ્સાર દ્વારા જે જેટ્ટી સ્થાપિત કરવામાં આવશે તે ફક્ત કેપ્ટીવ કાર્ગોનું હેન્ડલીંગ કરશે તેને કોમર્શિયલ કાર્ગો હેન્ડલ કરવાની પરવાનગી ન આપવામાં આવે તે અંગે વિસ્તૃત રજૂઆત કરવામાં આવેલ હતી,

આ અંગે ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા જામનગર ચેમ્બર ઓફ કોમર્સને લેખિતમાં ખાત્રી આપવામાં આવેલ હતી કે “એસ્સાર” દ્વારા આ જેટ્ટી પર ફક્ત કેપ્ટીવ કાર્ગોનું હેન્ડલીંગ કરવા મંજૂરી આપવામાં આવશે અને ભવિષ્યમાં પણ આ જેટ્ટી ઉપરથી કોમર્શિયલ કાર્ગો હેન્ડલ કરવા દેવામાં નહીં આવે તેવી શરતો તેના એગ્રીમેન્ટમાં કરવામાં આવશે.એવામાં તાજેતરમાં જ જામનગર ચેમ્બરને આ અંગે સભ્યો તરફથી મળતી રજૂઆત અનુસાર હાલ આ જેટ્ટી ઉપરથી ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા સમયાંતરે કોમર્શિયલ કાર્ગો હેન્ડલ કરવાની પરવાનગી આપવામાં આવે છે. આથી ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા આપવામાં આવેલ ખાત્રીથી વિપરીત પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે,

ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા સમયાંતરે કોમર્શિયલ કાર્ગો હેન્ડલ કરવા માટે આપવામાં આવેલ પરવાનગીથી તેની આડઅસરો મોટાપાયે જોવા મળી રહી છે અને જામનગર વિસ્તારમાં બંદરો પર ભારે અસર થયેલ છે અને બંદરનું કામકાજ બંધ થયેલ છે અને અન્ય બંદરો બંધ થવાના આરે હોવાની ભીતી પણ પત્રમાં સેવાઇ છે, હાલ પોર્ટ કામકાજ સાથે કાર્યરત એકમોને ભારે મુશ્કેલી પડી રહી છે,

વધુમાં બંદરો સાથે જોડાયેલ ડમ્પરો તથા ટ્રક ચાલકોના ધંધાને પણ કોમર્શિયલ કાર્ગો હેન્ડલ થવાના કારણે માઠી અસર જોવા મળી રહી છે,

આથી આ પ્રશ્ને જામનગર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વધુ એક વખત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, કેબિનેટ મંત્રી આર.સી.ફળદુ, એગ્રીકલ્ચર વિભાગ ગાંધીનગર, સાંસદ પૂનમબેન માડમ, જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ ધારાસભ્યો તેમજ ગુજરાત-સૌરાષ્ટ્રની ચેમ્બરોને પત્ર પાઠવી “એસ્સાર” દ્વારા કરવામાં આવતી કોમર્શિયલ કાર્ગો હેન્ડલ કરવાની પરવાનગી રદ કરવા અને આ પ્રશ્નનું નિરાકરણ લાવવા વિસ્તૃત રજૂઆતો પાઠવવામાં આવેલ છે.

કેપ્ટિવમા થી કોર્મશીયલ કાર્ગો થઇ જવાનો મામલો જ તપાસ માંગી લે તેવો..

અહી જે તે સમયે માત્ર કેપ્ટિવકોલ જેટી માટે મંજૂરી આપવામાં આવી હતી,પરંતુ કેપ્ટિવમા થી કોમર્શીયલ કાર્ગો હેન્ડલ થવા પાછળ ક્યાં અધિકારીઓની ભૂંડી ભૂમિકા હેઠળ આ કારસ્તાન ચાલી રહ્યું છે,તે બાબત પણ ઉચ્ચસ્તરીય તપાસ માંગી લેતી છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.