વધુ એક નરાધમને ફાંસીની સજા, 14 વર્ષની માસુમની દુષ્કર્મ બાદ કરી હતી હત્યા

દ્દષ્ટાંતરૂપ ચુકાદો

વધુ એક નરાધમને ફાંસીની સજા, 14 વર્ષની માસુમની દુષ્કર્મ બાદ કરી હતી હત્યા

Mysamachar.in-સુરતઃ

સુરત સેશન્સ કોર્ટે વધુ એક દ્દષ્ટાંતરૂપ ચુકાદો આપ્યો છે. આ વખતે 2017માં 14 વર્ષિય કિશોરી પર સગા પિતાએ એક વર્ષ સુધી દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી ડુમ્મસ ખાતે અવાવરુ જગ્યાએ હત્યા કરી હતી. આ કેસમાં સેશન્સ કોર્ટે આરોપી પિતાને ફાંસીની સજા સંભળાવી છે. બનાવની વિગત એવી છે કે સુરતના ડુમસ રોડ પર ગત 30-6-2017ના રોજ અવાવરુ જગ્યાએથી 14 વર્ષીય કિશોરીની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. જેમા મૃતક કિશોરીના પિતાએ જ આ હત્યા કરી હોવાનું બહાર આવતાં તેની ધરપકડ કરવામાં આવી હતી. મૃતક કિશોરીના પોસ્ટોમોર્ટમ રિપોર્ટમાં ગર્ભવતી હોવાનું બહાર આવ્યું હતું, બાદમાં ડિએનએ સહિતના રિપોર્ટમાં પિતાએ જ ગર્ભ રાખ્યો હોવાની ચોંકાવનારી વિગતો ખુલી હતી. આરોપી પિતાએ જ 6 મહિના સુધી શારીરિક શોષણ કરીને ગર્ભવતી બનાવ્યાનું સામે આવતાં પોસ્કો અને દુષ્કર્મની કલમ ઉમેરાઈ હતી. સમગ્ર કેસ સેશન્સ કોર્ટમાં ચાલતાં એપીપી દિંગત તેવરેની દલીલો અને પુરાવાના આધારે સેશન્સન જજ પીએસ કાલાએ આરોપી પિતાને ફાંસીની સજા સંભળાવી હતી. દીકરી પર દુષ્કર્મ કરી હત્યા કરનાર પિતા ટુકના દાસ સુરતના પાંડેસરામાં રહેતો હતો, જે મૂળ ઓડિશાનો રહેવાસી છે.