લાખોટાતળાવમાં જળચરજીવો મોતને ભેટ્યા..

ભૂતકાળમાં પણ બની છે આવી ઘટનાઓ

લાખોટાતળાવમાં જળચરજીવો મોતને ભેટ્યા..

mysamachar.in-જામનગર

જામનગર નું લાખોટા તળાવ જળચરજીવોના મોતને લઈને ખુબ જાણીતું છે,ભૂતકાળમાં પણ આ જ તળાવમાં અનેક વિદેશીપક્ષીઓના મોત થયાનું સામે આવી ચૂક્યું છે,એવામાં આજે વધુ એક વખત તળાવના આંબેડકર ગાર્ડન નજીકના તળાવના ભાગમા મૃત વોટરસ્નેક અને અન્ય પક્ષીઓ હોવાની માહિતી જયારે લાખોટા નેચર ક્લબ ની ટીમને મળી ત્યારે ટીમના સભ્યો પણ ત્યાં પહોચ્યા હતા,

જ્યાં સ્થળ પર આઠ થી દસ જેટલા વોટરસ્નેક ઉપરાંત અન્ય જળચરજીવ જેવા કે માછલી,અને અન્ય પક્ષીઓના મૃતદેહ મળી આવતા પક્ષીપ્રેમીઓમા દુખની લાગણી જોવા મળી રહી છે,,હવે ક્યાં કારણોસર જળચર જીવો મોતને ભેટ્યા તે બહાર આવી શક્યું નથી,અત્રે એ  પણ ઉલ્લેખનીય છે કે જ્યાંથી મૃતદેહો મળી આવ્યા છે ત્યાં પુષ્કળ ગંદકી હોવાનું પણ સામે આવ્યું છે,ત્યારે સ્થળ પર પહોચેલા લાખોટા નેચર ક્લબના ઉપપ્રમુખે પણ તળાવની સફાઈ થાય તેવી માંગ પણ કરી હતી.